Gujarat

શ્રી વઘાસીયા પરિવાર સુરત ચેમ્બર ઓફ કોમર્સના વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયુ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રવિવાર, તા. ર૦ ઓગસ્ટ, ર૦ર૩ના રોજ સવારે ૭:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરના પટાંગણમાં પર્યાવરણ સંવર્ધન માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી (રાજ્ય કક્ષા) શ્રી મુકેશભાઇ પટેલના હસ્તે પ્રથમ વૃક્ષ તેમના પોતાના નામનું વાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા અને તેઓએ પણ પોતાના નામનું વૃક્ષ વાવ્યું હતું.
શ્રી વઘાસીયા પરિવાર સુરત ના પ્રમુખશ્રી ડો જગદીશ વઘાસિયા વધુ માહિતી આપતા જણાવેલ કે આજરોજ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત ૧૦ રવિવારે ૮૪૦ વૃક્ષો  વાવવામાં આવશે. આમ આખા કેમ્પસમાં કુલ ૮૪૦૦ વૃક્ષો વાવીને કેમ્પસને ગ્રીન અને ઓકિસજનયુકત બનાવવામાં આવશે. આ કાર્યક્રમમાં શ્રી વઘાસીયા પરિવાર સુરતની યુવા ટીમ દ્વારા આજે વૃક્ષારોપણ કરી ચેમ્બર સાથે સહભાગી થઈ હતી આ માટે યુવા ટીમના પ્રમુખ નીતિન વઘાસિયા તેમજ યુવા મહામંત્રી પરેશ વઘાસિયા એ ટીમ તૈયાર કરી હતી. કાર્યક્રમ નુ સંકલન મહામંત્રી નિખિલ વઘાસીયા દ્વારા કરવામાં આવેલ .આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમમાં શ્રી વઘાસીયા પરિવાર ના ટ્રસ્ટી અનિલભાઈ વઘાસિયા અને જયંતીભાઈ વઘાસિયા પણ ઉપસ્થિત રહ્યા હતાં. ચેમ્બરના આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે મહામંત્રી નિખિલ વઘાસિયાએ ચેમ્બરના પ્રમુખશ્રી રમેશ વઘાસિયા સેક્રેટરી શ્રી નીખીલ મદ્રાસી નો આભાર વ્યક્ત કરેલ.
આ કાર્યક્રમમાં ગ્રો નેટીવ ગ્રીન ફોરમ સંસ્થાનો સહયોગ પ્રાપ્ત થયો હતો તેમજ સુસંસ્કાર દીપ યુવા મંડળના સભ્યો અને રોટરી કલબના સભ્યોએ વૃક્ષો વાવ્યા હતા. સમગ્ર વૃક્ષારોપણ કાર્યક્રમ દરમ્યાન કુલ ૮૪૦ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.

IMG-20230820-WA0078.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *