પોલીસમાં બન્ને વિરૂધ રૂ.૭૩.૮૦ લાખની ઉચ્ચાપતની ફરીયાદ નોધાય હતી…
રૂ.2 કરોડ થી વધુનું ગોલમાલ કરી બેંકના નાંણાની ઉચાપત કરી હોવાની અરજી બેંકના મેનેજરે કરી હતી.
ઊના- ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ખરા સમયે કામ આવતી અને આશાનું કિરણ બનેલી સહકારી મંડળીમાં કોભાંડ આચરાયું છે જેનો ભાંડો લાંબા સમય બાદ ફૂટ્યો છે. ત્યારે ગીરગઢડાના ખીલવાડ ગામના
આ આશરે રૂ.5 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં કાર્યકરત સહકારી મંડળીમાં ખેડુતોએ ધિરાણ લીધું હતું. અને વ્યાજ સાથે ભરી પણ દીધું હતું. તેમ છતાં ખેડૂતોને બેંકે રૂપિયા અને વ્યાજ બાકી હોવાની નોટિસ ફટકારતા આખું કોભાંડ બહાર આવ્યુ હતું. આ બાબતે બેંકના મેનેજરે અરજી ગીરગઢડા પોલીસમાં આપી હતી. જેમાં ખિલાવડ ગામના ખેડૂતના સેવા સહકારી મંડળીમા રૂ.2 કરોડ થી વધુનું કોભાંડ હોવાનું અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મામલે સેવા સહકારી મંડળીના મંત્રીએ હોદેદારોની મદદથી જે ડી સી સી બેંક સાથે રૂ.૭૩.૮૦ અને વ્યાજની રકમમાં ગોલમાલ કરી બેંકના નાંણાની ઉચાપત કરી હોવાની સેવા સહકારી મંડળીના મંત્રી તેમજ પ્રમુખ વિરૂધ પોલીસમાં ફરીયાદ નોધી હતી.
૨૦૦૩ વર્ષમા આ ગામના ખેડુતો માટે શરૂ કરાયેલી સહકારી મંડળીમા ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા 4 વર્ષથી વાર્ષિક હિસાબનો ટોટલ જ આપવામાં આવ્યો નથી. જેના કારણે ખેડૂતોને લાંબો સમય ગોલમાલ થી અજાણ રહયા હતા. ખેડૂતોના કહેવા મુજબ 50 થી વધુ ખેડૂતો એ મંડળી માંથી લીધેલ રકમ પરત કર્યા બાદ પણ નોટિસ ફટકારવામાં આવી હતી. ખેડૂતોને મંત્રી અશોક સોની અને પ્રમુખ કનુ ભાલાળાએ નોડયું સર્ટી પણ આપી દીધા હતા. પરંતુ રૂપિયા મંડળીમા જમા કરાવ્યા ન હતા. જે આશરે અઢી કરોડ થી વધુની રકમની ગોલમાલ સામેની લેખિત અરજી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ગીરગઢડામા આવેલ જે ડી સી સી બેંકના મેનેજર દ્વારા પોલીસમા મંત્રી અશોક સોની અને પ્રમુખ કનું ભાલાળા સામે કોભાંડ આચર્યાની ફરિયાદ નોધાવી હતી. પોલીસે આરોપી પ્રમુખ કનું ભાલાળાની ધરપકડ કરી છે. જ્યારે મંત્રી અશોક સોની ફરાર થઇ ગયેલ હોય પોલીસે તેને ઝડપી પાડવા ચક્રગતિમાન કરેલ છે.
જાણવા મળી રહ્યું છે કે છેલ્લા 4 વર્ષથી મંડળીમાં ગોલમાલ ચાલી રહી છે. સવાલ એ પણ છેકે જેડીસીસી બેન્કના નવા મેનેજર આવતા તેને ભાંડો ફોડ્યો શંકાઓ સેવાય રહી છેકે લાંબા સમયથી બેન્ક મંડળી સહિતના અધિકારીઓ અને નેતાઓની પણ સંડોવણી હોઈ શકે, જોકે હવે પોલીસ તપાસ બાદ જ નવા ઘટસ્ફોટ થઈ શકે છે. જેમાં હજુ રકમનો આંકડો વધી શકે છે તે વાતને નકારી શકાતી નથી..
બોક્ષ્ – સેવા સહકારી મંડળીના પ્રમુખની ધરપકડ કરાય…
ગીરસોમનાથ જીલ્લા એ.એસ.પી જીતેન્દ્ર અગ્રવાલે જણાવેલ હતું કે સેવા સહકારી મંડળીએ ખેડૂતો પાસેથી રૂ.૭૩.૮૦ લાખ ધિરાણના વ્યાજ સહીત લીધા હતા. જે રકમ સેવા સહકારી બેંકમાં જમા કરાવ્યા ન હતા. તે બાબતે સહકારી મંડળીના મંત્રી તેમજ પ્રમુખ આમ બે શખ્સો વિરૂધ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં કનુ રણછોડ ભાલાળાની ધરપકડ કરવામાં આવી હતી.


