ઊનામાં વિદ્યાર્થીઓને ચંદ્રયાન ૩ અવકાશ વિજ્ઞાન સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ પર આપણા ભારત દેશ અવકાશ ક્ષેત્રે પ્રચંડ સિધ્ધીઓ પ્રાપ્ત કરી છે. ભારતની અવકાશ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થા ઇસરો દ્રારા મિશન ચંદ્રયાન ૩ થી આ સિધ્ધીઓમાં વધુ એક સોપાન ઉમેરાયુ છે. ત્યારે જીજ્ઞાસુ વિદ્યાર્થીઓ જાગૃત વાલીઓ તેમજ પ્રબુધ નાગરીકો આ બાબતમાં મહત્તમ જાણકારી મેળવવા માટે કેટલાક વિશેષ જીજ્ઞાસુ વ્યક્તિઓના મનમાં મિશન બાબતે અમુક પ્રશ્નો પણ મુંઝવતા હોય તેને ધ્યાને રાખી ઉના ગીરગઢડા તાલુકાના આવા તમામ જીજ્ઞાસુ વ્યક્તિઓ માટે ઉના નગર પાલીકા ટાઉન હોલ ખાતે વિદ્યાર્થીઓ, વાલીઓ માટેનો ચંદ્રયાન ૩ અવકાશ વિજ્ઞાન સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ઉના ગીરગઢડા તાલુકાના કેટલાક વિજ્ઞાન શિક્ષકો ઉપરાંત ધર્મભક્તિ જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અને આઇડીઇએએલ પ્રાયોગીક શિક્ષણના સહયોગથી આ કાર્યક્રમ વીડીયો, પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનની મદદથી અવકાશ વિજ્ઞાન તથા મિશન ચંદ્રયાન ૩ ની વિશેષ માહીતી પ્રોજેક્ટ દ્રારા આપવમાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.


