Gujarat

જુનાગઢ,રાજકોટ.ગોધરા,પેટલાદ, ધોળકા, સુરેન્દ્ર નગર,અમરેલી, મુંબઈ અને વડોદરા સહીત ૩૪ કલાકારોએ આ ચેલેન્જ સ્વીકારીને A4  સાઈઝ ના પેપર/કેનવાસ પર આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્કેચ તૈયાર કર્યા.

વડોદરા ગ્રૂપના ૩૪ કલાકારોએ વિવિઘ માધ્યમ માં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના પોટ્રેટ બનાવી ઇન્ફલુસેન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે જેમાં જુનાગઢ નાં બે કલાકારો પિતા – પુત્રી નો પણ સમાવેશ થાય છે જેના નામ નિધી નાગાણી તથા હિતેન્દ્ર નાગાણી છે.જેઓ ભેસાણ તાલુકાનાં ચુડા ગામ ના વતની છે હાલ જુનાગઢ માં રહે છે.
જે વિશે આર્ટિસ્ટ હિતેન્દ્ર નાગાણી એ જણાવ્યુ  હતું કે  તેઓ એ અત્યાર સુધી માં ૬(છ) ગ્રુપ એક્ઝીબિશન કરી ચૂક્યા છે જેમાં બે એક્ઝીબિશન વડોદરા શહેર માં કરેલ છે.હજુ સુધી એવો વર્લ્ડ રેકોર્ડ નથી થયો જેમાં ૩૪ અલગ- અલગ માધ્યમમાં એક જ વ્યક્તિના ૩૪ પોટ્રેટ બનાવાયા હોય.ગુજરાત ના જુનાગઢ,રાજકોટ.ગોધરા,પેટલાદ, ધોળકા, સુરેન્દ્ર નગર,અમરેલી, મુંબઈ અમદાવાદ,સુરત અને વડોદરા સહિત ના ૩૪ કલાકારોએ આ ચેલેન્જ સ્વીકારીને A4  સાઈઝ ના પેપર/કેનવાસ પર આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઓઇલ કલર, ગ્લાસ પેઇન્ટિંગ, માઈક્રો પેન, એક્રેલિક ઓન કેનવાસ, એક્રેલિક ઓન પેપર,ઓઇલ પેસ્ટલ,ક્રેયોન,કોફી,પેન્સિલ વર્ક, વોટર પ્રૂફ ઇન્ક ઓન પેપર, મહેંદી ચારકોલ સહિત અન્ય વિવિઘ માધ્યમ માં પોટ્રેટ બનાવ્યા હતા.
જે માટે વર્લ્ડ રેકોર્ડ એચિવમેન્ટ મેઘના સોલંકી નાં એમ.એસ. આર્ટ ઇમોશન્સ ક્રીએટ્સ  ડાઇવર્સ પોટ્રેટ ઓફ ઓનરેબલ પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી વિશ્વ વિક્રમ માં અમને સ્થાન મળ્યું છે.કલાકારોને મેડલ્સ અને પ્રમાણપત્રો એનાયત કરવાનો કાર્યક્રમ 12 ઓગષ્ટના રોજ પી.એન.ગાડગીલ એન્ડ સન્સ આર્ટ ગેલેરી ખાતે સન્માન સમારોહ નું આયોજન કરાયું હતું જેમાં કલાકારોએ બનાવેલ આર્ટ વર્ક ને કલારસિકો એ નિહાળ્યા હતા.
ભાગ લેનાર કલાકારો :
             હિતેન્દ્ર નાગાણી -જુનાગઢ (ઓઇલ કલર ), નિધી નાગાણી- જુનાગઢ (ગ્લાસ         પેન્ટિંગ),શાકિરાબાનુ વેગડી- ગોધરા (વોટરકલર), દિશા કુંડલિયા – રાજકોટ (ન્યુઝ પેપર    આર્ટ),શમા જિંદાંણી- સુરેન્દ્રનગર(નાઇફ પેન્ટિંગ), રન્ના મહેતા – ધોળકા(રેડ બ્લુ કલર પેન), કસિશ શાહ , ગુંજન પઢેરીયા, ચાંદની અગ્રવાલ,દીપા નાથાણી,રેશમા લખતારિયા – અમદાવાદ, પૂજા પોટે – મુંબઇ,દીપિકા ચોકસી – ગોઘરા,પાયલ જોશી – અમરેલી,અંકિતા મકવાણા – સુરત, માનશી જોશી – રાજકોટ,જ્યોતિ રઝાઈ  – ગોધરા. મનન ગોર – પેટલાદ,તથા વડોદરા ના ૧૬ કલાકારો સહિત કુલ ૩૪ કલાકારો ની મહેનત રંગ લાવી હતી.
ફોટો : રસીક વેગડા.

IMG-20230821-WA0128.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *