Gujarat

જર્જરીત ઈમારતોને પાડવાની કાર્યવાહી હાથ ધરાશે  

જૂનાગઢ તા.૨૧    જોખમી, જર્જરીત, ભયજનક મકાનો-દુકાનો તથા કચેરી વગેરે જેવી ઇમારતો તાત્કાલિક ધોરણે પાડવાની કાર્યવાહી હાથ ધરવાની હોવાથી આ બાબતે શહેર માર્ગ અને મકાન પેટા વિભાગની કચેરી- જૂનાગઢ દ્વારા અવારનવાર નોટિસ દ્વારા પણ જર્જરીત ઈમારતમાં બેસતી કચેરીઓ તથા ક્વાર્ટરધારકો તથા ખાનગી ભાડુઆતને જાણ કરવામાં આવી છે. આમ છતાં તેઓ દ્વારા તેને દૂર કરવાના પગલાં લેવામાં આવ્યા નથી. જે ધ્યાને લઈ તંત્ર દ્વારા જાહેર નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી છે. તેમ છતાં તમામ દ્વારા જર્જરિત મકાનો-બિલ્ડીંગોનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. જે ધ્યાને લઈ તેઓને તાકીદ કરવામાં આવી છે કે,  તાત્કાલિક ધોરણે જોખમી, જર્જરીત અને ભયજનક મકાનો -બિલ્ડીંગ -કોમ્પ્લેક્સ ખાલી કરવા. જો આ બાબતોની અમલવારી કરવામાં નહીં આવે તો નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, શહેર માર્ગ અને મકાન પેટા વિભાગ- જૂનાગઢ દ્વારા આ વ્યક્તિઓ તથા કચેરી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ જૂનાગઢ શહેરમાં આવેલ શહેર માર્ગ અને મકાન પેટા વિભાગ હસ્તકની ઈમારતોમાં બેસતી કચેરીઓ, ખાનગી ભાડુઆતો તથા ક્વાર્ટર ધારકો તેમજ જર્જરિત બિલ્ડિંગમાં રહેતા કે કોમર્શિયલ ઉપયોગ કરતા તમામને સૂચિત કરવામાં આવે છે.

      હાલના બનાવોને ધ્યાને લઈ જોખમી, જર્જરીત અને ભયજનક મકાનો, બિલ્ડીંગો પાડવાની કાર્યવાહી શહેર માર્ગ અને મકાન પેટા વિભાગ- જૂનાગઢ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમાં વસવાટ કરતા ખાનગી ભાડુઆતો, ક્વાર્ટરધારકો તથા કચેરીઓને તાત્કાલિક ખાલી કરવા માટે શહેર માર્ગ અને મકાન પેટા વિભાગ-જૂનાગઢના નાયબ કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *