જૂનાગઢ જિલ્લાની સરકારી કચેરીઓના વિસ્તારમાં કોઈ અનીચ્છનીય બનાવ ન બને તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, તે હેતુસર જૂનાગઢ જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.જી.પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ સમગ્ર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓના વિસ્તારમાં કોઈએ ઉપવાસ ધરણાં પર બેસવું નહીં. જાહેર સુલેહ શાંતિ જોખમાય તે રીતે સૂત્રોચ્ચાર કરવા નહીં. કોઈ પણ વ્યક્તિએ લાઠી અગર ઈજા થાય તેવાં હથિયાર સાથે પ્રવેશ કરવો નહીં. કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવા પદાર્થો રાખવાની નહીં, ચાર કે તેથી વધુ માણસો એ ભેગા થવું નહીં કે અતિક્રમણ કરવું નહીં સરકારી કચેરી આસપાસ કે સરકારી કચેરીના પરિસરમાં ગંદકી કચરો કરવો નહીં તે મતલબનું મનાઇ ફરમાવતું એક જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એ તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે આ જાહેરનામું તાત્કાલીક અસર થી તા. ૧૧/૧૦/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.
