મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ સિનિયર સિટીઝન ના પ્રમુખ અરવિંદભાઈ શર્માના પિતાશ્રી શંકરલાલ શર્માની 35 મી પુણ્યતિથિ તથા ચિરંજી પર્વની જન્મદિવસ ની ઉજવણી નો કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર પો રડા ખાતે સિનિયર સિટીઝન ક્લબ દ્વારા સંપન્ન કરવામાં આવ્યો આ પ્રસંગે મંદિરના મહંત પરમ પૂજ્ય ધર્મદાસજીએ આશીર્વાદ પાઠવ્યા અધ્યક્ષ સ્થાને અમૂલ ડેરીના ડિરેક્ટર જયેશભાઈ પટેલ દ્વારા સિનિયર સિટીઝન વિશે ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી અતિથિ વિશેષ તરીકે જશુભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા તેમજ સચિનભાઈ જોશી શહેર ભાજપ મંત્રી તથા અશોકભાઈ પટેલ સ્વાગત ગ્રુપવાળા હાજર રહી કાર્યક્રમ શોભાવ્યો હતો.
સિનિયર સિટીઝન ક્લબના ભૂતપૂર્વ પ્રમુખ કિરીટભાઈ શાહ તથા અરવિંદભાઈ વાળંદે ક્લબની પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી તથા મંત્રી આરજે પટેલ દ્વારા ક્લબની સ્થાપના થી આજ સુધીની કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો તેમાં સૌ સભ્યોને સક્રિય થવા માટે આહવાન કરવામાં આવ્યું અગાઉ ક્લબના પ્રમુખ અરવિંદભાઈ શર્માએ સૌ મહેમાનોને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અંતમાં સલાહકાર સુનિલભાઈ શર્મા દ્વારા સૌ ક્લબના સભ્યોનો આભાર માનવામાં આવ્યો હતો અંતે સૌ મહેમાનો સાથે સ્વરુચિ ભોજન લઈ છૂટા પડ્યા હતા


