Gujarat

નડિયાદ ખાતે લાયન્સ ક્લબ ઓફ નડિયાદ સંતરામ નગરીની સ્થાપનાનો કાર્યક્રમ યોજાયો.

મકસુદ કારીગર,કઠલાલ
ડિસ્ટ્રીકટ ડાયરેકટર લાયન  વિજયસિંહ ઉમટ તથા લાયન્સ ક્લબના અન્ય પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ
ચાર્ટર પ્રેસીડન્ટ લાયન ચંદ્રકિશોરી ચંડીની સર્વાનુંમતે નિમણૂંક
દેશ વિદેશમાં લાયન્સ ક્લબ દ્વારા અનેક સમાજને ઉપયોગી પ્રવૃત્તિઓ થઇ રહી છે તેમજ સમાજના વિકાસ અને નબળા વર્ગના લોકોના ઉત્કર્ષ માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહયા છે.
નડિયાદ ખાતે તાજેતરમાં ડિસ્ટ્રીકટ ડાયરેકટર એમજેએફ લાયન વિજયસિંહ ઉમટ તથા લાયન્સ ક્લબના અન્ય પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ નવી રચાયેલી લાયન્સ ક્લબ ઓફ નડિયાદ સંતરામ નગરીની સ્થાપનાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમા નવી બનેલ લાયન્સ ક્લબ ઓફ સંતરામ નગરીના સદસ્યશ્રીઓ તથા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી એમજેએફ લાયન વિજયસિંહ ઉમટે લાયન્સ ક્લબના મુળભૂત ઉદેશો અને ફરજો વિષે વિસ્તૃત છણાવટ કરી હતી અને બની શકે તેટલા મહદ અંશે સમાજમાં સેવા પ્રવૃત્તિઓને ક્લબના બંધારણની મર્યાદામાં મદદરૂપ થવા જણાવ્યું હતું તેમજ ચાર્ટર પ્રેસીડન્ટ લાયન ચંદ્રકિશોરી ચંડીની સર્વાનુંમતે નિમણૂંક કરવામાં આવી હતી.
આ પ્રસંગે એમજેએફ લાયન શશીકાન્તભાઇ પરીખ, એમજેએફ લાયન  પરીમલ પટેલ, એમજેએફ લાયન  મનોજભાઇ પમાર, એમજેએફ લાયન  દિપક સુરાના, ઇન્ડકશન ઓફિસર લાયન  સુનીલ પટેલ, એમજેએફ લાયન  દિલીપ પટેલ, એમજેએફ લાયન  નૃપુર પટેલ સહિત લાયન્સ ક્લબના પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
નવનિયુકત ક્લબના પ્રથમ પ્રેસીડન્ટ  ચંદ્રકિશોરી ચંડી સહિત અન્ય સભ્ય ઓની વિવિધ કમીટીમાં નિમણૂંક તેમજ શપથ વિધિ એમજેએફ લાયન શશીકાન્તભાઇ પરીખે કરાવી હતી.
આર્શીવચન નડિયાદ સ્થિત શ્રી જલારામ મંદિરના મહંત અને ટ્રસ્ટ્રી ભાનુભાઇએ પાઠવી ક્લબ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેમ ઉમેર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઇ ચંડીએ કર્યું હતું.

IMG-20230821-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *