Maharashtra

સની દેઓલના જુહુ બંગલાની હરાજી અટકવામાં આવી, ઈ-ઓક્શનની નોટિસ પાછી ખેંચી લીધી

મુંબઈ
સની દેઓલના જુહુ બંગલાની હરાજી અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે. બેંક ઓફ બરોડાએ ઈ-ઓક્શનની નોટિસ પાછી ખેંચી લીધી છે. તેનું કારણ ટેકનિકલ તરીકે આપવામાં આવ્યું છે. રવિવારે સમાચાર આવ્યા કે અભિનેતાએ બેંકમાંથી મોટી લોન લીધી છે. તેણે ૫૬ કરોડ ચૂકવ્યા ન હતા. ત્યારે બેંકે પાછી ખેચેલી નોટિસને લઈ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. શનિવારે બેંક ઓફ બરોડાએ સની દેઓલના વિલાની હરાજી અંગે એક જાહેરાત બહાર પાડી હતી. સનીએ બેંકમાંથી મોટી રકમની લોન લીધી હતી. આ લોન માટે તેણે મુંબઈના જુહુમાં ‘સની વિલા’ મોર્ગેજ પર આપ્યો હતો. તેના બદલે તેણે બેંકને લગભગ ૫૬ કરોડ રૂપિયા ચૂકવવાના હતા. આ લોન અને તેના પર વસૂલવામાં આવતા વ્યાજની વસૂલાત માટે બેંકે અભિનેતાની સંપત્તિની હરાજી કરવાનો ર્નિણય લીધો હતો. જાહેરાત અનુસાર, સની વિલાની હરાજી ૨૫ સપ્ટેમ્બરે થવાની હતી. હરાજી માટે બેંક દ્વારા પ્રોપર્ટીની કિંમત ૫૧.૪૩ કરોડ રાખવામાં આવી હતી. જાણો દેઓલ્સની ટીમે રવિવારે હરાજીની સૂચનાના સમાચારને સમર્થન આપ્યું હતું. જાેકે, તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે નોટિસમાં દર્શાવેલી રકમ યોગ્ય નથી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સની દેઓલ ૧-૨ દિવસમાં આખી રકમ ચૂકવી દેશે.

File-01-Page-18-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *