Gujarat

સુરતના રાંદેરના કોઝવે નજીક નવજાત બાળકનું શબ મળ્યું

સુરત
સુરતમાં ફરી એક વાર મૃત બાળક મળી આવ્યું છે. શનિવારે સાંજના સમયે રાંદેરના કોઝવે નજીકના પાળા કિનારેથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. નવજાત બાળકનું ધડ મળી આવ્યું હતું. કમરથી પગ વગરનો ધડવાળો મૃતદેહ મળી આવતા પોલીસ પણ આશ્ચર્યમાં પડી હતી. કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવેલો મૃતદેહ બાળકનો છે કે બાળકીનો તે જાણી ના શકાતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. ફોરેન્સિક વિભાગમાં પોસ્ટમોર્ટમ દરમિયાન બાળકના શરીરને કમર માંથી કાપી નાખવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ડ્ઢદ્ગછ બાદ જ મૃતદેહ બાળકનો છે કે બાળકીનો તે બહાર આવશે તેવું ડોક્ટરોએ જણાવ્યું છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં ષ્ઠષ્ઠંદૃ દ્વારા તપાસ શરૂ કરી છે. અગાઉ પણ અનેક કિસ્સાઓ આવા સામે આવ્યા છે. જેને કારણે આ અંગે અવેરનેસ લાવવા સરકાર સતત મથી રહી છે. પરંતુ જાગૃતિના અભાવે ફરી સુરતમાં આ ચકચારી ઘટના બની છે. પોલીસે આ સમગ્ર મામલે બાળકને ત્યજી દેવા અંગેનો ગુનો દાખલ કર્યો છે અને આ મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *