Gujarat

પ્યોર ઇવી (PURE EV)એ અમદાવાદમાં તેનો લેટેસ્ટ શોરૂમ ઇન્ફિનિટી ઇવી(ઈફ) લોન્ચ કર્યો

અમદાવાદ
દેશના અગ્રણી ઇવીએમ૨ડબલ્યુ (ઈફ૨ઉ) ઓઇએમ (ર્ંઈસ્)માંના એક પ્યોર ઇવી (ઁેંઇઈ ઈફ) એ ગુજરાતના અમદાવાદ શહેરમાં તેનો લેટેસ્ટ ઇવી(ઈફ) ડીલરશીપ શોરૂમ શરૂ કર્યો છે. આ શોરૂમ એક પ્રીમિયમ અનુભવ કેન્દ્ર છે પ્યોર બ્રાન્ડની ઇલેક્ટ્રિક મોટરસાયકલો અને સ્કૂટર્સની શ્રેણીને પ્રદર્શિત કરે છે, જે સિટી સેન્ટર ૨ માર્કેટ, ૧૦ એકર મોલ પાસે, રાયપુર, કાંકરિયા, અમદાવાદ, ગુજરાતમાં આવેલો છે. પ્યોર ઇવી (ઁેંઇઈ ઈફ) એ દેશ અને વિદેશમાં ડીલરશીપના વિસ્તૃત નેટવર્ક મારફતે ઇવીએમ૨ડબલ્યુ (ઈફ૨ઉ)ની ૭૦,૦૦૦ થી વધુ ડિલિવરી પૂરી કરી છે. કંપનીએ તેલંગાણામાં ૧,૦૦,૦૦૦ ચોરસ ફૂટની ફેક્ટરી શરૂ કરી છે જેમાં વાહન અને ઇન-હાઉસ બેટરી મેન્યુફેક્ચરિંગ વિભાગનો સમાવેશ થાય છે. કંપની વાર્ષિક ૧૨૦,૦૦૦ વાહનની ઉત્પાદન ક્ષમતા અને વાર્ષિક ૦.૫ ગીગાવોટની બેટરી ઉત્પાદન ક્ષમતા સાથે ૨,૦૦,૦૦૦ ચોરસ ફૂટ સુવિધાને વિસ્તૃત કરવાની તૈયારીમાં છે, જે નાણાકીય વર્ષ ૨૩ના અંત સુધીમાં તૈયાર થઈ જશે. અમદાવાદમાં પ્યોર ઇવી (ઁેંઇઈ ઈફ) ડીલરશીપના ઉદઘાટન પ્રસંગે પ્યોર ઇવી(ઁેંઇઈ ઈફ)ના સીઇઓ શ્રી રોહિત વાઢેરાએ જણાવ્યું હતું કે, “સમૃદ્ધ વારસા અને ગતિશીલ જીવનશૈલી માટે પ્રખ્યાત અમદાવાદ શહેરમાં તાજેતરના સમયમાં ઓટોમોટિવ ઉદ્યોગના વિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ગુજરાત રાજ્યમાં વ્યૂહાત્મક રીતે આવેલું, અમદાવાદ વેપાર અને વ્યવસાય માટે કેન્દ્રીય જાેડાણ તરીકે વિકસ્યું છે, જે વિવિધ ક્ષેત્રોને આકર્ષે છે, ખાસ કરીને તેમાં પણ ઓટોમોટિવ ડોમેન. અમે અમદાવાદમાં અમારી પ્રતિષ્ઠિત ડીલરશીપ શરૂ કરવા માટે રોમાંચ અનુભવીએ છીએ, જે ગુજરાતમાં પ્યોર ઇવી (ઁેંઇઈ ઈફ) માટે નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. અમે દ્રઢપણે માનીએ છીએ કે, અમારી અત્યાધુનિક ઇલેક્ટ્રિક મોબિલિટી નવીનતાઓ શહેરની વસતિએ અપનાવેલી સ્વપ્નદ્રષ્ટા માનસિકતા અને પર્યાવરણ પ્રત્યે સભાન મૂલ્યો સાથે સાતત્યપૂર્ણ રીતે સુમેળ સાધશે.” ઇન-હાઉસ વિકસિત ઉત્પાદનોના તકનીકી પાસાઓ અને સર્વિસ નેટવર્કના મહત્વ પર પ્રકાશ પાડતા, શ્રી રોહિત વડેરાએ જણાવ્યું હતું કે, “પ્યોર ઇવી (ઁેંઇઈ ઈફ) એ તેના આર એન્ડ ડી સેન્ટરમાં પ્રોડક્ટ ડિઝાઇન અને વિકાસ માટેની એક મજબૂત ટીમ બનાવી છે. કંપનીની મુખ્ય આર એન્ડ ડી પ્રવૃત્તિઓ સરેરાશ ભારતીય ગ્રાહકની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. તમામ જરૂરી સાધનો અને ઉપકરણો સાથે અત્યાધુનિક વર્કશોપની સ્થાપના કરવાની ઉદ્યોગ-અગ્રણી પ્રેક્ટિસ મારફતે, અમે અમારા આદરણીય ગ્રાહકો માટે શ્રેષ્ઠ વેચાણ સેવાના અનુભવને સુનિશ્ચિત કરી રહ્યા છીએ.” પ્યોર ઇવી (ઁેંઇઈ ઈફ) હાલમાં અગ્રણી ઇવીએમ૨ડબલ્યુ (ઈફ૨ઉ) બ્રાન્ડમાંની એક છે અને તે દેશભરમાં તેના ડીલરશીપ નેટવર્કને ઝડપથી વિસ્તૃત કરી રહી છે.

File-02-Page-Ex-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *