Gujarat

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલીંગનો નવતર પ્રયોગ “ સાયકલ પ્રહરી ” નું અનાવરણ કરતા પોલીસ અધિક્ષક શ્રી બલરામ

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલીંગનો નવતર પ્રયોગ “ સાયકલ પ્રહરી ” નું અનાવરણ કરતા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ આજરોજ તા .૦૩ / ૧૧ / ૨૦૨૧ ના મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નંબર ૩ ખાતે પોલીસ . અધિક્ષક શ્રી બલરામ મીણા દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં નવતર પ્રયોગ “ સાયકલ પ્રહરી ” નું અનાવરણ કરવામાં આવ્યું . આ કાર્યક્રમમાં મેટોડા તથા શાપર જી.આઇ.ડી.સી. એસોશીએશન ના હોદેદારો તથા સભ્યો હાજર રહેલ હતા . તેમજ આ પ્રોજેક્ટ શ્રી બલરામ મીણા સાહેબ અને મેટોડા તથા શાપર જી.આઇ.ડી.સી એસોશીએશનના સહયોગ થી શરૂ કરવામાં આવેલ છે . આ પ્રોજેક્ટ અનુસાર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં સાયકલથી રૂટ પેટ્રોલીંગ કરવામાં આવશે જેમાં “ સાયકલ પ્રહરી ” નાઇટ રાઉન્ડ સ્કીમ હેઠળ મેટોડા તથા શાપર જી.આઇ.ડી.સી વિસ્તારમાં કુલ – ૩૦ સાયકલો દ્વારા નાઇટ પેટ્રોલીંગ કરવામાં આવશે . તેમજ જે વિસ્તારમાં વધારે ચોરી , લુંટ , દારૂ – જુગારના તથા અન્ય બનાવો બને છે . તે વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ કરવામાં આવશે તથા તેના મોનીટરીંગ માટે એક કંટ્રોલ રૂમ દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે . “ સાયકલ પ્રહરી ” ના જીપીએસ દ્વારા લોકેશન ચેક કરવામાં આવશે . તે સુપરવિઝન અધિકારીની દેખરેખ નીચે કરવામાં આવશે . સાયકલીંગ થી પોલીસની હેલ્થ સારી રહે છે , તેમજ ઇકો ફ્રેન્ડલી હોવાથી પ્રદુષણ મુક્ત રહે છે . કારમાં પેટ્રોલીંગ કરવાથી ઘણીવાર રોડની બંને સાઇડનું વિઝન સ્પષ્ટ નથી દેખાતુ જે સાયકલમાં જોઇ શકાય છે . મેટોડા અને શાપર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ૧૫-૧૫ સાયકલ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવશે . આમ આ પ્રોજેક્ટ ને સફળ બનાવવા માટે મેટોડા તેમજ શાપર જી.આઇ.ડી.સી. એસોશીએશન ના હોદેદારો સભ્યો ના સહયોગથી આ પ્રોજેક્ટ લોકાભીમુખ બની રહેશે અને જી.આઇ.ડી.સી વિસ્તારમાં બનતા ગુનાઓ પર અંકુશ મેળવી શકાશે . – ( બલરામ મીણા ) પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય

રિપોર્ટર પિયુષ વાજા

IMG-20211103-WA0071-2.jpg IMG-20211103-WA0073-1.jpg IMG-20211103-WA0074-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *