હરિયાણા
ગુરૂગ્રામમાં સ્થાનિક તંત્ર દ્વારા દિવાળી, ગુરૂપર્વ, પૂનમ, ક્રિસમસ અને નવા વર્ષ પર ફટાકડા ફોડવા માટે પ્રતિબંધ મુકી દેવાયો છે. બીજી તરફ લોકો ફટાકડા ના ફોડે તે માટે કલમ ૧૪૪ લાગુ કરી દેવાઈ છે. તંત્રનુ કહેવુ છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાને અનુલક્ષીને આ ર્નિણય લેવામાં આવ્યો છે.હરિયાણાના ગુરૂગ્રામમાં દિવાળીમાં લોકોને ફટાકડા ફોડતા રોકવા માટે કલમ ૧૪૪ લાગુ કરવાનો હરિયાણા સરકારનો ર્નિણય લોકોને પસંદ આવ્યો નથી. જેના પગલે સીએમ મનોહરલાલ ખટ્ટર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે અને હિન્દુ વિરોધી ખટ્ટર ટ્રેન્ડિંગમાં છે. લોકો પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યુ હતુ કે, પહેલા અમારી પાસે વોટ લે છે અને બાદમાં અમારા તહેવારો પર બેન લગાવી દો છો.