ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર ગેરકાયદેસર હથિયારો ધરાવતા ઇમસોને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાં ગંભિર પ્રકારના ગુન્હાઓ અટકાવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે અન્વયે ગેરકાયેદસર હથિયાર ધરાવતા ઇસમો ઉપર વોચ રાખી, આવા આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી, પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ ગઇ કાલ તા.૨૪/૦૮/૨૦૨૩ નાં રોજ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાબરા તાલુકાના રાણપર ગામ નજીકથી એક પરપ્રાંતીય ઇસમને દેશી હાથ બનાવટના તમંચા (અગ્નિશસ્ત્ર) તથા કાર્ટીજ સાથે પકડી પાડેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ- પહાડસિંહ વેસ્તાભાઇ વાસ્કલ, ઉં.વ.૨૨, રહે. રાણપર ગામની સીમ, તા.બાબરા, જિ.અમરેલી, મુળ રહે. ઉમરીકનવાડા, શિવનીપાની ફળીયા, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ)
પકડાયેલ મુદ્દામાલઃ-
એક દેશી હાથબનાવટનો તમંચો (અગ્નિશસ્ત્ર) કિ.રૂ.૨,૫૦૦/- તથા લોખંડના કાર્ટીજ નંગ – ૨ કિ.રૂ. ૦૦/- તથા એક એન્ડ્રોઇલ મોબાઇલ ફોન, કિ.રૂ.૫,૦૦૦/- તથા એક હીરો કંપની ડીલકસ મોડલનું મોટર સાયકલ રજી.નં.MP-69-ZA-0745 કિ.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૪૭,૫૦૦/- નો મુદ્દામાલ.
અગ્નિશસ્ત્ર સાથે પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી, આરોપી તથા મુદ્દામાલ વધુ તપાસ અર્થે બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, તથા હેડ કોન્સ. મનીષભાઇ જાની, નિકુલસિંહ રાઠોડ, તુષારભાઇ પાંચાણી, તથા પો.કોન્સ. રાહુલભાઇ ઢાપા, ઉદયભાઇ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

