ચંદ્રયાન-૩ ની સફળતાને લક્ષમાં રાખીને આજરોજ ડૉ. જીવરાજ મહેતા સ્મારક હેલ્થ ફાઉન્ડેશન. બકેરી મેડિકલ રીસર્ચ સેન્ટરના CEO ડૉ. મનેશ અગરવાલે અમદાવાદ ઈસરોના ડાયરેકટર શ્રી નિલેશ દેસાઈની શુભેચ્છા મુલાકાત લીધેલ અને સમ્માન કરવામાં આવ્યું. ચંદ્રયાન-૩ ના સફળતાએ ઈસરોનાં વૈજ્ઞાનિકોએ ભારત દેશને વિશ્વભરમાં જે સફળતા અપાવી છે. અને ખાસ કરીને અમદાવાદ ઈસરોનાં વૈજ્ઞાનિકોએ પણ આ ઉડાનમાં જે અથાગ પ્રયસો કરેલ છે. તે બદલ હોસ્પિટલના ડૉકટરો, સ્ટાફ અને મેનેજમેન્ટ વતી શ્રી નિલેશભાઈ દેસાઈ અને અમદાવાદ ઈસરોની ટીમને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવેલ છે.

