Gujarat

છોટાઉદેપુર જીલ્લામાં કૂલ ૧.૪૫ લાખ સિંગતેલના પાઉચ તેમજ ૭૩ હજાર કિગ્રા ખાંડના જથ્થાની ફાળવણી કરવામાં આવશે

જીલ્લાપુરવઠા આધિકારી દ્વારા રાહતદરે મળતા સિંગતેલ અને ખાંડના વિતરણનો લાભ લેવા લાભાર્થીઓને અનુરોધ
અન્ન અને નાગરિક પુરવઠા શાખા દ્વારા જન્માષ્ટમી અનેતહેવારોને લઈને નિયમિત વિતરણ ઉપરાંત વધારાનું વિતરણ કરવામાં આવશે.
અંત્યોદય બીપીએલ અને એનએફએસએ હેઠળ આવતા કુટુંબોને સપ્ટેમ્બ૨૦૨૩ માસ માટે કાર્ડ દીઠ૧ લીટર સિંગતેલ રૂ.૧૦૦/- પ્રતિલીટરના રાહત દરે વિતરણ કરવાનું છે. જયારે જીલ્લા ના અંત્યોદય કાર્ડધારકોને કાર્ડ દીઠ ૧ કિગ્રા પ્રમાણે રૂ.૧૫/-ના ભાવે અને બી.પી.એલ કાર્ડ ધારકોને કાર્ડ દીઠ ૧કિગ્રા પ્રમાણે રૂ.૨૨/-ના ભાવેખાંડના જથ્થાનું વિતરણ કરવાનું છે. આ વિતરણ જન્માષ્ટમીઅને તહેવારોને ધ્યાને લઈને ખાસ વિતરણ કરવામાં આવનાર છે.જીલ્લા પુરવઠા અધિકારીશ્રીનીકચેરીમાંથી તમામ સસ્તા અનાજની દુકાનદારોને સુચના આપવામાં આવી છે કે કાર્ડની સંખ્યા પ્રમાણે મળવાપાત્ર જથ્થો મળે તે ધ્યાને લઈસિંગતેલના પાઉચનું વિતરણ કરવા જણાવ્યું છે. આ ઉપરાંતપુરવઠા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે ક્લાભાર્થીઓને આધાર બેઈઝ ઓથેન્ટિકેશનથી જ વિતરણ થાય છે આ માટે તપાસણી ચકાસણી કરવા માટે અંગત લક્ષ આપવા માટે તાકીદ કરી છે. રાજ્ય સરકાર દ્વારા બજાર ભાવો કરતા ઘણા ઓછા ભાવે લાભાર્થીઓને તેલનો જથ્થો મળી રહે તે માટે નાણાકીય ભારણ ભોગવીને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ કરવામાં આવે છે. છોટાઉદેપુર જીલ્લામાં સિંગતેલના ૧ લીટરના પાઉચ કૂલ ૧,૪૫,૯૪૧ પાઉચ તેમજ ખાંડની કૂલ ફાળવણી પ્રતિ કાર્ડ દીઠ ૧ કિગ્રાપ્રમાણે ૭૩,૧૮૯ કિ.ગ્રા.ની ફાળવણી થયેલ છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *