કામધેનુ યુનિવર્સિટી હેઢળની પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, ખાતે તા.૨૬/૦૮/૨૦૨૯નાં
રોજ નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહાવિદ્યાલયનાં કર્મચારીગણ અને વિદ્યાર્થીઓ વચ્ચે ટેબલ
ટેનીસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેમજ ફીટ ઇન્ડિયા અંતર્ગત રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.) દ્વારા સ્પર્ધકોને
પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં મેજર ધ્યાનચંદજીનાં જન્મ દિવસ નિમિતે ૨૯, ઓગસ્ટનાં દિવસને “નેશનલ સ્પોર્ટ્સ
ડે” તરીકે ઉજવવામાં આવે છે. મેજર ધ્યાનચંદજીએ હોકી સ્પર્ધમાં ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૬માં ત્રણ ઓલિમ્પિક ગોલ્ડ
મેડલ મેળવ્યા હતા.
શિક્ષક શ્રેણીમાંથી કુલ ૧૬ સ્પર્ધકો જ્યારે વિદ્યાર્થી શ્રેણીમાંથી કુલ-૧૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધાને અંતે
પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે
આચાર્ય ડૉ. પી.એચ. ટાંક, માર્ગદર્શન હેઠળ ડૉ. દીન દયાળ ગર્ગ, ડૉ. એ.આર. અહલાવત અને ડૉ. આર. જે. પડોદરાએ જહેમત
ઉઠાવી હતી.
૦૦૦૦૦

