Gujarat

ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે એકતા ચેરિટેબલ ટ્રસ્ટને સહારા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનદ ડોક્ટરેડ પદવી(HONORARY_DOCTORATE) એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા.

મકસુદ કારીગર,કઠલાલ
મહિસાગર જિલ્લાના બાલાસિનોર મુકામે એકતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રિયાજભાઈ શૈખ દ્વારા અલગ અલગ ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે તેમાં દિવ્યાંગોને સાધન સહાય,લોન યોજના, વિધવા બહેનોને માર્ગદર્શન, કોરોના સમયમાં નગરપાલિકાના કામદારોને એપ્રન,માસ્ક અને ગ્લોઝ નું વિતરણ કરવામાં આવ્યું તથા covid 19 સીસી સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું હતું અને જરૂરિયાત વ્યક્તિઓને 20 હાથ લારીનું પણ વિતરણ કરવામાં આવ્યું અને નગરપાલિકાની NULM યોજના નીબહેનોને માસ્ક બનાવવાનું કામ આપવામાં આવ્યું અને બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં પોલીસ મિત્રોને રોગપ્રતિકારક દવાઓ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું
તેવી વિવિધ શ્રેષ્ઠ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી ગાંધીનગર ખાતે ટ્રેનિંગ કોલેજ સેક્ટર 17 માં સહારા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના કેન્દ્રીય વિદ્યાલય ભારત સરકાર ના ક્ષેત્રીય ડાયરેક્ટર ડોક્ટર સુનિલ કુમારના હસ્તે એકતા ચેટેબલ ટ્રસ્ટને HONORARY_DOCTORATE પદવી થી સન્માનિત કરવામાં આવ્યાં.

IMG-20230828-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *