Gujarat

રાણપુરના ચંદરવા ગામે સીમ વિસ્તારમાં જુગાર રમતા ૬ ઇસમો ને રોકડ રૂ .૨૨,૪૮૦ સાથે પોલીસે ઝડપી લીધા..  

બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના PSI એસ.જી.સરવૈયા તથા ASI નિલેશભાઈ પરમાર,ગોબરભાઈ મેવાડા,રમજાનભાઈ કોંઢીયા,ગભરૂભાઈ સરૈયા,ગોવિંદભાઈ સાંબડ સહીત પોલીસ સ્ટાફના માણસો એ રાણપુર તાલુકાના ચંદરવા ગામની સીમ વિસ્થારમાં રમેશભાઇ હીરાભાઇ બાવળીયાની વાડીના પાળા પાસે ખુલ્લી જગ્યામા રેઇડ કરતા ગંજીપાના ના પત્તા વડે હારજીતનો જુગાર રમતા ૬ ઇસમો ને પોલીસે રોકડા રૂ .૨૨,૪૮૦ સાથે રમેશભાઇ હીરાભાઇ બાવળીયા રહે.ચંદરવા, રાજુભાઇ પ્યારઅલી નરશીદાણી રહે. રાણપુર, પ્રકાશભાઇ નઝરઅલી નરશીદાણી રહે.રાણપુર, ભરતભાઇ મનજીભાઇ દેત્રોજા રહે.ભીમનાથ, ધીરૂભાઇ લઘરભાઇ વલાણીયા રહે.ચંદરવા, દીલીપભાઇ નાગરભાઇ કમેજળીયા રહે.રાણપુર વાળાને જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા કલમ-૧૨ હેઠળ ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *