બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના PSI એસ.જી.સરવૈયા તથા ASI દશરથભાઈ કમેજળીયા,અજીતસિંહ બારડ સહીત પોલીસ સ્ટાફના માણસો એ બાતમીને આધારે રાણપુર તાલુકાના મોટીવાવડી થી માલણપુર ગામે જવાના કાચા મારગે રેઇડ કરતા ગંજીપાના ના પત્તા વડે હારજીતનો જુગાર રમતા સાત ઇસમોને રોકડ રૂ .૧૧૨૩૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધાર -૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ભગવાનભાઇ હેમંતભાઇ બદ્રેશીયા રહે મોટીવાવડી, લાલજીભાઇ પરશોતમભાઇ ધલવાણીયા રહે.મોટીવાવડી, રોહિતભાઇ અજુભાઇ જીલીયા રહે.મોટીવાવડી, નિલશેભાઇ ચમનભાઇ બદ્રેશીયા રહે.મોટીવાવડી, પ્રભુભાઇ રતીલાલ લકુમ રહે.બોટાદ, અંબાલાલ મગનભાઇ બદ્રેશીયા રહે.મોટીવાવડી, જગદીશભાઇ બબાભાઇ ઘાઘરેટીયા રહે.મોટીવાવડી વાળા ને જુગાર રમતા ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી…
