હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસની રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સ્પોટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ૨૧ ઓગસ્ટ ૨૮ ઓગસ્ટ સુધી જૂનાગઢ જિલ્લાની સ્કૂલ અને બીએલએસએસ માં સ્પોર્ટ ની ઉજવણી કરવામાં આવી હતી અને ૨૯મી ઓગસ્ટ રમત દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવાયો હતો.
જૂનાગઢ જિલ્લા કક્ષા સ્પોટ્સ ડે ની ઉજવણી શ્રી આલ્ફા વિદ્યાલય વડાલ ખાતે ઉજવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડીએલએસએસ ના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા રમત વિકાસ અધિકારી જૂનાગઢ શ્રી ગૈરાંગ નરે દ્વારા મેજર ધ્યાનચંદના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
ઉજવણી દરમિયાન અધિકારીઓ, પદાધિકારીઓ, વ્યાયામ, શિક્ષકો ,વાલીઓ, કોચ, ટ્રેનર અને વિદ્યાર્થીઓ એ હોકીની રમત,પેનલ્ટી શૂટ આઉટ, રસ્સાખેંચ જેવી અનેક રમતોમાં ભાગ લીધેલ હતો.
આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી, જૂનાગઢ જિલ્લાના વ્યાયામ શિક્ષક શ્રીઓ, ડીએલ એસએસ ના કોચ અને ટ્રેનર હાજર રહ્યા હતા. જયારે સમગ્ર કાર્યક્રમનું એનાઉન્સમેન્ટ શ્રી હારૂન વિહળ દ્રારા કરવામાં આવ્યું હતુ. અને સંચાલન જિલ્લા રમત વિકાસ અધિકારી જૂનાગઢ મેનેજર શ્રી કનકસીંહ ખેર અને શ્રી યશવંતસિંહ ડોડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

