જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ભવનમાં જિલ્લા સુખાકારી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)માં
સમાવિષ્ટ વિવિધ કાર્યક્રમો અને મુદાઓની સમિતિના સદસ્યો સાથે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં ઈ-રીક્ષા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને
સામુહિક વેસ્ટ કલેક્શન કરવામાં આવે છે. 281 જેટલી ગ્રામ પંચાયત દ્વારા નિયમિતપણે ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન કરવામાં
આવ્યું છે. જિલ્લાના 66 ગામોમાં તાલુકાવાઈઝ એસેટ બાંધકામ ચાલુ છે, અને 13 ગામોમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
સેગ્રીગેશન શેડની કામગીરીમાં 24 ગામોમાં કામગીરી ચાલુ છે. તેમજ, સામુહિક શોકપીટની કામગીરી 93 જેટલા ગામોમાં
કામગીરી ચાલુ છે. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાં 49 વ્યક્તિગત શૌચાલયનું બાંધકામ ચાલુ છે. તેમજ 305 જેટલા વ્યક્તિગત
શૌચાલયોનું બાંધકામ વર્ષ 2023-24માં પૂર્ણ કરવામાં આવ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ બેઠકના અંતે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી કેન્દ્રની નિયમિતપણે
સફાઈ કરાવવા અને આંગણવાડી કેન્દ્રના પરિસરમાં 'પોષણ વાટિકા' અને આરોગ્ય કેન્દ્રમાં 'ઔષધ વાટિકા'ના નિર્માણની
કામગીરી સુચારૂપણે થાય તે માટે સૂચના આપી હતી.
જિલ્લા માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, જામનગર
Email-informationjam@gmail.comફોન: ૦૨૮૮-૨૫૫૬૮૨૭, ફેક્સ: ૦૨૮૮-૨૬૬૧૨૬૭
www.gujaratinformation.net
તા.૨૯-૦૮-૨૦૨૩ સમાચાર યાદી : ૭૮૭
ઉક્ત બેઠકમાં, ડી.આર.ડી.એ. નિયામકશ્રી એન.એફ.ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ભાયા, આઈ.સી.ડી.એસ.
પ્રોગ્રામ ઓફિસર સુશ્રી બિનલ સુથાર, ડી.આર.ડી.એ. ડીસ્ટ્રીકટ કો-ઓર્ડીનેટર શ્રી વી.બી.ગોસ્વામી તેમજ અન્ય કર્મચારીગણ
ઉપસ્થિત રહયા હતા.

