ત્રણ ગામના વિદ્યાર્થીઓ લડાયક મૂડમાં
બોડકા સ્વામીના, પીપલાણા, સારંગપીપળી ગામના 55 વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે સારંગપીપળી ગામની શ્રી વિનય મંદિર હાઈસ્કૂલમાં એસટી બસમાં આવક જાવક કરે છે શાળાનો સમય સવારના ૭:૩૦ થી બપોરના ૧૨:૩૦ નો છે પરંતુ વિદ્યાર્થીઓ માટે ફાળવાયેલી આ રૂટ ની બસ છેલ્લા દસ દિવસથી ૭:૩૦ ને બદલે ૮:૧૫ વાગ્યે આવે છે જેને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. તેમજ બપોરની રિટર્ન બસ ૧૨:૩૦ ને બદલે એક ૧:૪૫ વાગ્યે આવતી હોવાથી વિદ્યાર્થીઓ ભૂખ્યા તરસ્યા ત્રણ વાગે ઘરે પહોંચે છે. વારંવારની રજૂઆતો છતાં બસ નિયમિત સમયે આવતી જ નથી આ અંગે ત્રણેય ગામના સરપંચો કહે છે કે આ બસને માંડવા ગામે મોકલવામાં આવતી હોવાથી તે મોડી પડે છે.
જો આ બસ સેવા રેગ્યુલર નહીં કરાય તો ત્રણેય ગામના સરપંચો ગ્રામજનો સાથે આંદોલનનો આશરો લેવા તૈયાર થયા છે. અંગેની જાણ શાળાના આચાર્ય અને ત્રણેય ગામના સરપંચો અને 55 વિદ્યાર્થીઓના વાલીઓએ બાટવાના ઇન્ચાર્જ ડેપો મેનેજર તેમજ વિભાગ્ય નિયામક એસટી જુનાગઢ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક તથા મુખ્યમંત્રીને લેખિતમાં જાણ કરી છે અને જરૂર જણાય બસ રોકો આંદોલન, રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારી છે અને આ બસ વહેલી સવારે આવે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે.
તસ્વીર- જયદીપ બરવાડીયા
રિપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર

