રાજપીપળા ચોર્યાસીની વાડી અને વૈદ્યનાથ મહાદેવ મંદિર સહિત અનેક જગ્યાઓ પર રાજપીપળા શહેરના બ્રાહ્મણો એ યજ્ઞોપવિત(જનોઈ બદલવા)નો કાર્યક્રમ રાખ્યો હતો. ત્યારબાદ બ્રમ્હ ભોજન કર્યું હતું , દર વર્ષે બળેવ ના દિવસે રખાતો આ કાર્યક્રમ બુધવારે રક્ષાબંધન હોય દર વર્ષની જેમ આ દિવસે રાખવામાં આવ્યો જેમાં ચોર્યાસી નો વાડીમાં બ્રમ્હ સમાજના કલ્પેશ પંડ્યા,નયનભાઈ પુરોહિત, કેતનભાઈ પાઠક,ઘનશ્યામભાઈ વ્યાસ, મહેશ ભાઈ ઋષિ,અંકુરભાઇ ઋષિ જ્યારે વૈદ્યનાથ મહાદેવ મંદિરમાં દીપેશ પંડયા,યૌગેશ ભાઇ જોષી,પ્રતીક પાઠક, અનિકેત વ્યાસ,કિરણભાઈ પંડ્યા ( મામું),શરદભાઈ પડ્યા ( બચુભાઈ )સહિતના બ્રમ્હ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ બાદ સમાજ દ્વારા ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી.

