Gujarat

બોડેલી એસટી ડેપો પાસે અનાજ કરિયાણાની બંધ દુકાનમાં આગ લાગી

શોટ સર્કિટ થી આગ લાગી હોવાનું અનુમાન
ધુમાડા નીકળતા આસપાસના લોકો સ્થળ પર ઉમટ્યા
આગ ઓલવાઈ ગયા પછી મોડે મોઢે ફાઈવ  ફાઈટર નો બંબો સ્થળ પર આવ્યો
બોડેલી ના અલીપુરા એસટી ડેપો ની સામુ રાધિકા અનાજ કરિયાણાની દુકાનમાં આજે અંદાજિત  1:00 વાગ્યાના ટાઈમ પર આગ લાગ્યા નો બનાવ બન્યો હતો
આજે રક્ષાબંધનનો તહેવાર હતો અને દુકાનો બંધ હતી ત્યારે દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આજુબાજુ ના લોકોએ દુકાન માલિકને ફોન કરતા દુકાન માલિકે દુકાન ખોલતા દુકાનમાં ખૂબ ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા અને દુકાનનો ઘણો સામાન બળીને ખાખ થઈ ગયો હતો ત્યારે આસપાસના લોકોએ પાણીથી આગને ઓલવી હતી અને લોકો મદદ એ આવ્યા હતા અનેઆગ ને કાબુ મેળવી લીધો હતો ઘટના સ્થળે ખૂબ મોટી સંખ્યામાં લોકોના ટોડા ઉમટી પડ્યા હતા
ત્યારબાદ મોડે મોડે ફાયર ફાઈટર નો બંબો આવ્યો હતો ત્યાં સુધી આગ ઓલવાઈ ગઈ હતી ત્યાં સુધી દુકાનના માલને ખૂબ પાત્રમાં નુકસાન થયું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20230830131726.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *