માંગરોલ ગાયત્રીનગર મા પીજીવીસીએલ ના ત્રણ દિવસ પહેલા સાંજે પોલ ઘરાસય થયેલ અને તેજ રાત્રીએ 1 વાગ્યા આસપાસ 5,,6,,પોલ ઉભા કરી પીજીવીસીએલ અધિકારીઓ તેમજ સ્ટાફ ની મહેનત થી પાવર સપ્લાય ચાલુ થઈ ગયેલ અને નગર પાલીકા ની સ્ટ્રીટ લાઇટ ત્રણ ત્રણ દિવસ થઈ ગયેલ હોવા છતાંય હજુ સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામા આવેલ નથી આ માંગરોલ નગરપાલિકાના વહીવટ ની બેદરકારી ના કારણે આજે ત્રણ ત્રણ દિવસથી ગાયત્રીનગર રહેવાસીઓ અંધારપટ ભોગવી રહ્યા છે તેમજ હાલ પવિત્ર શ્રાવણ માસ હોય ધાર્મીક તહેવારો દરમિયાન લોકો હેરાન પરેશાન થઈ ગયેલ છે તાત્કાલિક નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ ચાલુ કરાવવા ગાયત્રીનગર રહેવાસીઓ ની માંગણી છે,,,
વિનુભાઈ મેસવાણીયા માંગરોલ