Gujarat

રાજકોટમાં ધોરણ ૮ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

રાજકોટ
રાજકોટમાં ધોરણ ૮ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટના સામે આવી છે. વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર હેવાન ગૃહપતિની અટકાયત કરવામાં આવી છે. રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગૃહપતિ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટમાં આવેલી લેઉવા પટેલ બોર્ડિંગના ગૃહપતિ હસમુખ વસોયા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને પોક્સો હેઠળ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં ગૃહપતિના અસલી ચહેરાનો પર્દાફાશ થયો છે. નરાધમ ગૃહપતિ વિદ્યાર્થીને મોબાઇલમાં બિભસ્ત વીડિયો બતાવતો હોવાનો ખુલાસો થયો છે. ભોગ બનનાર વિદ્યાર્થીને ગૃહપતિ દ્વારા માર મરાયો હતો. તો આ તરફ વડોદરામાં વિદ્યાર્થિની સાથે અડપલા કરનાર લંપટ શિક્ષક પોલીસ સકંજામાં આવી ગયો હતો. ધોરણ આઠની વિદ્યાર્થિની સાથે શારિરીક અપડલા કરનાર ખાનગી ટ્યુશન ક્લાસિસના શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીના પરિવાજનોની ફરિયાદને આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો કે ખાનગી ટ્યુશન ક્લાસમાં ૧૩ વર્ષની વિદ્યાર્થિની પહેલા પહોંચી ગઇ હતી.

Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *