ભોપાલ
તહેવાર સમયે જ ભોપાલના સંગમ સિનેમા હોલમાં રિયલ એક્શન જાેવા મળી. અહીં ફિલ્મ સૂર્યવંશીનો છેલ્લો શો ચાલી રહ્યો હતો. રાત્રે પોણા ૧૨ વાગ્યે અક્ષય અને કેટરીના વચ્ચે રોમાન્ટિક સીન પડદાં પર ચાલી રહ્યો હતો. તે દરમિયાન જ એક યુવકે પાછળ બેઠેલી યુવતીને અશ્લીલ ઈશારા કર્યા અને ગંદી હરકતો શરૂ કરી દીધી. પછી શું હતું, રિયલ ફિલ્મ શરુ થઈ ગઈ. પહેલાં યુવતીએ સેન્ડલ ઉતારીને તેને માર મારવા લાગી, જે બાદ અન્ય દર્શકો પણ તેની પર તૂટી પડ્યા. પહેલાં બધાંએ થિયેટરની અંદર યુવકને માર માર્યો અને પછી થિયેટરની બહાર કાઢીને પણ માર્યો. જાે કે મામલો પોલીસ સ્ટેશન સુધી ન પહોંચ્યો. મંગળવારે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંદીપ પવારે કહ્યું કે ઘટનાની કોઈ જ સુચના મળી નથી. કોઈ ફરિયાદી પણ પોલીસ સ્ટેશન ન પહોંચ્યો. પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.જ્યારે યુવકને માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે થિયેટરમાં ગીત વાગી રહ્યું હતું. તેને યુવતીઓએ ચંપલથી પણ ફટકાર્યો. ભીડ તેને પોલીસ સ્ટેશન લઈને પહોંચે તે પહેલાં રોમિયોનો એક મિત્ર ત્યાં આવી ગયો અને તેને યુવતીની સામે જ યુવક પાસે માફી મંગાવી હતી, ત્યારે જઈને આ મામલો શાંત પડ્યો હતો. આરોપી યુવક ઓલ્ટ સિટીમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.અક્ષય અને કેટરીનના રોમાન્ટિક સીન દરમિયાન યુવકે પાછળ વળીને જાેયું અને અશ્લીલ હરકતો શરૂ કરી દીધી. તેને કોમેન્ટ પાસ કરી કે, છોડો કલ કી બાતેં… તે વારંવાર પાછળ તરફ જાેઈને યુવતીને ઘૂરી રહ્યો હતો. યુવતીએ તેને ટોક્યો પરંતુ યુવક માન્યો ન હતો. આ ઘટના બાદ યુવતીએ સેન્ડલ કાઢીને તેને મારવા લાગી હતી. પબ્લિક પણ યુવકને માર મારવા લાગી હતી. જે બાદ ભીડે રોમિયો યુવકને થિયેયરની બહાર લઈ ગયા અને ગેટ પર તેની સાથે મારપીટ કરી. યુવક મારથી બચવા માટે પ્રાર્થના કરતો રહ્યો પરંતુ ભીડ તેને છોડવાના મૂડમાં ન હતી. હાલ આ યુવકની ઓળખ નથી થઈ.