Gujarat

રૂડસેટ સંસ્થા પીપલગ ખાતે નાબાર્ડ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની જાગૃતતા શિબિર યોજાઈ    

રૂડસેટ સંસ્થા પીપલગ ખાતે નાબાર્ડ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની જાગૃતતા શિબિર યોજાઈ. જેમાં રૂડસેટ સંસ્થા અને નાબાર્ડ ના સહયોગ થી નાબાર્ડ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની માહિતી નડિયાદ તાલુકાની  ૪૯ જેટલી બેંકના મેનેજરશ્રીઓને આપવામાં આવી હતી.
નાબાર્ડ ના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેંટ મેનેજર,રાહુલ જેલુગાડેકર દ્વારા નાબાર્ડની યોજનાઓની સેવાઓનો લાભ બેંક થકી સામાન્ય નાગરિક સુધી પહોચે અને નાગરિકો નાબાર્ડ ની સેવાઓનો લાભ કઈ રીતે મેળવી શકે તેની માહિતી  આપવામાં આવી હતી. ઉપરાંત તેમણે વધુ માં વધુ નાગરિકો નાબાર્ડની યોજનાઓનો લાભ લે તે માટે બેંકના મેનેજરોને સકારાત્મક પ્રયત્નો કરવા જણાવ્યુ હતું.
આ શિબિરમાં ખેડા જિલ્લાના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર ભરતકુમાર પરમાર અને રૂડસેટ સંસ્થાના નિયામક  એલ.આર.ભરલા ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230831-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *