છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તાર માથી પીડીત મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન માં કોલ કરી મદદ માગતા, 181 ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી , સમગ્ર ઘટના જાણતા જણાઈ આવ્યું કે પીડિત મહિલા તેના પતિ સાથે જ તેના પિયરમાં રહેતા હતા,અને પતિ બંને પરિવારનું ભરણપોષણ કરતા હતા. પતિ પત્નીના ઝગડામાં ભોગ નાના નાના ત્રણ બાળકો બનેલા, તેના ત્રણ બાળકો હોય જેમાં મોટી બાળકી હોસ્ટેલ માં છે, અને બીજા બે બાળકો સાથે જ રહેતા હતા પરંતુ પતિ – પત્નિ વચ્ચે નાની બાબતે ઝગડો કલેશ થતા પતિ તેના બંને બાળકોને પોતાના ઘરે લઈ આવ્યો, જેમાં એક બાળક છ વર્ષનું અને બીજું બાળક ત્રણ વર્ષનું હોય , જે માતા વિના રહી ના શકે જેથી પીડીત મહિલા તેના પતિના ઘરે બંને બાળકોને લેવા માટે ગઈ પરંતુ તેના પતિ એ બાળકો સોંપવાની સખત મનાઈ કરી દીધી અને તેના ઘરે થી ધકેલી મોકલી , જેથી લાચાર પીડીત મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન માં ફોન કરી મદદ માગેલ , મદદ માગતા ત્યાં 181 ટીમ પહોંચી , બાળક ના પિતાનું કાઉન્સિલર કરી સલાહ સૂચન તથા યોગ્ય માર્ગદર્શન આપ્યું , જેથી પતિ એવું કહેવા લાગ્યા કે હું મારા બાળકો વગર રહી નહિ શકું, જેથી 181 અભયમ ટીમે પતિ – પત્નિ ને સાથે રહેવા માટે જરૂરી કાઉન્સિલર કર્યું અને અંતે પતિ – પત્નિ એ રાજીખુશીથી અને પોતાની ઈચ્છાથી સાથે રહેવા નિર્ણય કર્યો અને અંતે પતિ – પત્નિ ના ઝગડા નું સુખદ સમાધાન કરવામાં આવ્યું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
