Delhi

કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરના ઘરમાં પુત્રના મિત્રની ગોળી મારી હત્યા

નવીદિલ્હી
લખનૌના ઠાકુરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના બેગરિયા ગામમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી કૌશલ કિશોરના ઘરે તેમના પુત્રના મિત્ર વિનય શ્રીવાસ્તવની પિસ્તોલથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં લાગી હતી. ડ્ઢઝ્રઁ રાહુલ રાજ અને છડ્ઢઝ્રઁ ચિરંજીવી નાથ સિંહા સહિત ભારે પોલીસ દળ ઘટનાસ્થળે હાજર રહ્યો હતો. પોલીસે કસ્ટડીમાં ત્રણ લોકોની પૂછપરછ શરૂ કરી છે. પરિજનોએ હત્યાની ફરિયાદ આપી છે. જાે કે જે પિસ્તોલથી ગોળી ચલાવવામાં આવી હતી તે વિકાસની હોવાનું કહેવાય છે. સાંસદના પુત્રના નિવાસસ્થાને થયેલા ફાયરિંગમાં સાંસદ કૌશલ કિશોરના પુત્ર વિકાસ કિશોરના મિત્રને તેના જ ઘરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મૃતકનું નામ વિનય શ્રીવાસ્તવ છે જે કૌશલ કિશોરના પુત્ર વિકાસ કિશોરનો મિત્ર હતો. હત્યાની માહિતી મળતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, વિનય શ્રીવાસ્તવને સવારે ૪.૧૫ વાગ્યે ગોળી મારી દેવામાં આવી હતી. ડ્ઢઝ્રઁ રાહુલ રાજે કહ્યું, ‘વિનય શ્રીવાસ્તવનું મૃત્યુ થયું છે. ગોળી વાગવાથી તેનું મોત થયું છે. માથા પર ઈજાના નિશાન છે. ઘરમાં એકસાથે ૬ લોકો આવ્યા હતા. રાત્રે જમ્યા અને તે પછી ફાયરિંગની ઘટના બની. આ ઘટના બાદ ઘટનાસ્થળેથી એક પિસ્તોલ પણ મળી આવી છે. પિસ્તોલ વિકાસ કિશોરની હોવાનું કહેવાય છે. તેની વિગતો તપાસવામાં આવી રહી છે. ફોરેન્સિક ટીમ તૈનાત કરવામાં આવી છે. ઝ્રઝ્ર્‌ફ કેમેરાની પણ ચકાસણી કરવામાં આવી રહી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અજય રાવત, અંકિત વર્મા, શમીમ બાબા અને બંટી સહિત કુલ ૬ લોકો ઘટનાસ્થળે હાજર હતા. પરિજનોએ અજય, અંકિત અને શમીમ પર હત્યાનો આરોપ લગાવ્યો છે અને પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘટના અને આરોપીના સવાલ પર કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે કહ્યું, ‘આ તપાસનો વિષય છે. મને ખબર પડતા મેં પોલીસ કમિશનરને જાણ કરી હતી. પોલીસ અધિકારીઓની સાથે ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. તેઓ તપાસ કરી રહ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. જે સાચું હશે તે બહાર આવશે. તમારા પુત્રની પિસ્તોલમાંથી ગોળી નીકળી હતી? આ સવાલ પર કૌશલ કિશોરે કહ્યું કે આ તપાસનો વિષય છે. જે પણ દોષિત જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. મને ખબર નથી કે ઘટના સમયે ત્યાં કોણ હાજર હતું. કારણ કે જ્યારે આ ગોળી ચલાવવામાં આવી ત્યારે મારો પુત્ર આશુ ત્યાં ન હતો. તે દિલ્હી ગયો હતો.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *