Gujarat

રાણપુરમાં કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષતામાં વૈકુઠરથનો લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો

આ વૈકુઠરથનો ઉપયોગ ન કરવો પડે પરંતુ તેમ છતાં કુદરતના નિયમ પ્રમાણે આ વૈકૂંઠરથમાં અંતિમયાત્રાએ જતાં સ્નેહીજનોને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય તેવી ઈશ્વર પાસે પ્રાર્થના:ડો. મહેન્દ્ર મુંજપરા

 બોટાદ જિલ્લાના રાણપુરના લોકોની વર્ષોથી શબવાહીની ની માંગણી હતી જે લોક માંગણીને ધ્યાને રાખી સુરેન્દ્રનગર લોકસભા ના સાંસદ અને આયુષ વિભાગ તથા મહિલા અને બાળવિકાસ વિભાગના કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને તેમની ગ્રાન્ટમાંથી રાણપુર ગ્રામ પંચાયતને વૈકૂંઠરથ ફાળવવામાં આવતા આજરોજ તેનો લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ડો.મહેન્દ્ર મુંજપરા,ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહીતના આગેવાનોએ લીલી ઝંડી આપી વૈકુઠરથ નું લોકાર્પણ કર્યુ હતુ. કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા એ રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર ને વૈકૂંઠરથની પ્રતિકાત્મક ચાવી એનાયત કરી હતી.
આ અવસરે મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, “રાણપુર મારૂં છે. હું ડોક્ટર બન્યો ત્યારે રાણપુરવાસીઓએ મને ખૂબ જ સહકાર આપ્યો હતો અને હવે રાણપુરનું ધ્યાન રાખવાની મારી ફરજ છે. અહીંના લોકોની માંગ સંતોષતા આજે વૈકૂંઠરથનું લોકાર્પણ થયું છે. ઈશ્વર પાસે હંમેશા એવી પ્રાર્થના રહેશે કે આ વૈકૂંઠરથનો ઉપયોગ ન કરવો પડે પરંતુ તેમ છતાં કુદરતના નિયમ પ્રમાણે આ વૈકૂંઠરથમાં અંતિમયાત્રાએ જતાં સ્નેહીજનોને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના.
મહેન્દ્ર મુંજપરા એ વધુમાં જણાવ્યું હતું કે, “અલગ અલગ તાલુકાઓમાં જઈને દિશા મીટીંગ યોજવાનો અમે નવતર પ્રયાસ કર્યો છે. જે અન્વયે આઝાદી બાદ કદાચિત પ્રથમ વખત રાણપુરમાં દિશાની મીટીંગ યોજવામાં આવી હતી, જે ખૂબ ગૌરવપૂર્ણ વાત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વમાં આજે ભારત ચંદ્ર સુધી સફળતાપૂર્વક પહોંચ્યું છે અને સમગ્ર વિશ્વમાં આપણાં દેશે ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ચંદ્રયાન મિશનની સફળતા માટે સમગ્ર રાણપુર તરફથી ઈસરોના વૈજ્ઞાનિકોને હું અભિનંદન પાઠવું છું.” વધુમાં તેમણે કહ્યું હતું કે, મારો હંમેશા એવો આગ્રહ છે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના વિકાસ માટે હું હંમેશા પ્રતિબદ્ધ છું. આ માટે મેં મારા સંસદીય ક્ષેત્રમાં પુસ્તકાલયો, જીમ, વોકિંગ અને રનિંગ ટ્રેક સહિતના સંશાધનોના વિકાસ કર્યો અને હજુ પણ અવિરત પણે વિકાસ થઇ રહ્યો છે, જેથી બાળકો,યુવાનો સહિત તમામ નાગરિકોની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.”
ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રી તથા સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરાની કટિબદ્ધતા સરાહનીય છે. તેમણે તેમની ગ્રાન્ટમાંથી રૂ. 23 લાખની ફાળવણી થકી રાણપુરવાસીઓ માટે આ વૈકૂંઠરથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભગવાન પાસે એવી પ્રાર્થના રહેશે કે આ રથનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો પડે. નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં આપણાં દેશનું નામ ગૌરવવંતુ કર્યું છે. ગરીબહિતલક્ષી અને ખેડૂતહિતલક્ષી આ સરકાર નિરંતર નાગરિકોના ઉજળા ભવિષ્ય માટે કાર્યરત છે.”આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીએ કેન્દ્રીય મંત્રી તથા સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાનો આભાર વ્યક્ત કર્યો હતો. સનશાઈન ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ રાણપુરના પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કલેક્ટર ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા, જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બલોલિયા, પ્રાંત અધિકારી બરવાળા પી.ટી.પ્રજાપતી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ,રાણપુર ઉદ્યોગપતિ ટેક્ષપીનના માલીક ભુપેન્દ્રભાઈ મકવાણા,RMP બેરીંગ કંપનીના માલીક મિતેનભાઈ મકવાણા,જિલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા,તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી,APMCના ચેરમેન કીશોરભાઈ ધાધલ,શહેર ભાજપ પ્રમુખ ડો.જગદીશભાઈ પંડ્યા,ભાજપ અગ્રણી નરેન્દ્રભાઈ દવે,શહેર ભાજપ મહામંત્રી હરીભાઈ સભાડ,સંજીવભાઈ ગદાણી,તાલુકા પંચાયતના ન્યાય સમિતીના ચેરમેન હીરાભાઈ ખાણીયા,તાલુકા પંચાયતના સદસ્ય ઈશ્વરભાઈ પંચાળા,ગ્રામ્ય ભાજન મહામંત્રી હરપાલસિંહ ઝાલા,આગેવાન લલીતભાઈ સોની,ઈકબાલભાઈ પાયક તેમજ રાણપુર,તાલુકાના સરપંચ સહીત મોટી સંખ્યામાં રાણપુરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230902-WA0107.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *