Gujarat

કેશોદમાં સુંદરકાંડ ગુણનુવાદ કાર્યક્રમમાં સહભાગી થતા વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા  

કેશોદ ખાતે ગિરનારી સાધક શ્રી રતિદાદા દ્વારા જીવન પર્યત સુંદરકાંડની સાધના કરવામાં આવી હતી. જેની સ્મૃતિમાં આજે કેશોદની યુ.કે. વાછાણી મહિલા કોલેજ ખાતે સુંદરકાંડના ગુણાનુવાદનો કાર્યક્રમ શ્રી અશ્વિનકુમાર પાઠકજીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. જેમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સહભાગી થયા હતા.

કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાનું જોષી પરિવારના હિમાંશુભાઈ, શ્રી વિશાલભાઈ જોશીવર્ષાબેન ભટ્ટ્ તેમજ જગન્નાથ પરિવારના સદસ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમકેશોદના સ્થાનિક અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

Mantri-shree-Mulubhai-bera-sir-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *