છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે આજે છોટાઉદેપુર તાલુકાના ઓલિઆબા ગામે મુલાકાત લીધી હતી કલેકટરે ઓલિઆબા ગામે ગ્રામ પંચાયત,પ્રાથમિક શાળા અને સસ્તા અનાજની દુકાનની મુલાકાત લીધી હતી.જેમાં ગામના સરપંચ તલાટી મામલતદાર સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટરે ગ્રામ પંચાયત,પ્રાથમિક શાળા,અને સસ્તા અનાજની દુકાનની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું સાથે ગ્રામજનો સાથે મિટિંગ પણ કલેકટરે યોજી હતી અને ગામના લોકોના પ્રશ્નો પણ સાંભળ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

