Gujarat

રાજકોટમાં નવા મેયર તરીકે નયના પેઢડિયાના નામની પસંદગી ડેપ્યુટી મેયર પદે નરેન્દ્રસિંહ જાડેજાની નિમણુંક

રાજકોટમાં નવા મેયરના નામની જાહેરાત થઇ ચુકી છે. રાજકોટના નવા મેયર નયના પેઢડિયા બન્યા છે. ડેપ્યુટી મેયર પદે નરેન્દ્રસિંહ જાડેજાના નામની પસંદગી કરવામાં આવી છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરની પસંદગી કરવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે લીલુબેન જાદવના નામની જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની રાજનીતિના એપિ સેન્ટર ગણાતા રાજકોટના નવા મેયરની આજે જાહેરાત કરવામાં આવી છે. રાજકોટનું મેયર પર મહિલા માટે અનામત છે. ત્યારે મેયર પદ માટે નયના પેઢડિયાના નામની પસંદગી કરવામાં આવી છે. મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ નૈનાબેન પેઢડીયા ભાજપમાં ખૂબ જ સક્રિય રહેલા છે. પહેલાથી જ નયના પેઢડિયાનું નામ નિશ્ચિત માનવામાં આવતુ હતુ અને હવે મેયર તરીકે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના મોવડી મંડળ દ્વારા રાજકોટના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાષક પક્ષના નેતા પસંદગીમાં લોકસભા ચૂંટણીના સમીકરણો ધ્યાનમાં લેવામાં આવ્યા છે અને આ નામોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં આગળ વધશે તેવો દાવો રાજકોટના મેયર નયના પેઢડિયા દ્વારા કરવામાં આવ્યો છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *