Gujarat

મોરબીમાં પીએમ મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ

ભાજપના આગેવાનોએ ૭૩ મણ સુખડી બનાવીને પાંજરાપોળની ગાયોને ખવડાવી

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર ભારત દેશની અંદર ભાજપ પરિવાર દ્વારા જુદી જુદી જગ્યાઓ પર જુદી જુદી પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા ભાજપ પરિવાર દ્વારા નરેન્દ્ર મોદીના ૭૩ માં જન્મદિવસ નિમિત્તે મોરબી શહેરની ઉમા ટાઉનશીપ ખાતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને કેક કટીંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગૌ માતાના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ મળે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ.

કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઇ મિયાત્રા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરેઘી સહિતના ભાજપ પરિવાર દ્વારા ૭૩ મણ સુખડી બનાવાઈ હતી. આ સુખડી મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ, યદુનંદન ગૌશાળા સહિત જુદી જુદી ગૌશાળાઓમાં રાખવામાં આવેલ ગૌમાતાઓને આપવામાં આવી હતી.

ભાજપના આગેવાનો દ્વારા પોતાના હાથે ગૌમાતાને સુખડી જમાડવામાં આવી હતી અને દેશના વિકાસ માટે થઈને નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ વધુ લાંબા સમય સુધી મળતું રહે અને તેમનું દીર્ઘાયુ થાય તે માટે થઈને ગૌ માતાને અને ભગવાનને ભાજપના ધારાસભ્ય તથા આગેવાનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.

Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *