અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીનાઓએ પાસા હેઠળ કાર્યવાહી કરતા, પ્રોહી. બુટલેગર ઇસમને પાસા હેઠળ જેલમાં ધકેલતી અમરેલી
એલ.સી.બી.
ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા
ગુનેગારો અને અસામાજીક તત્વો તથા ગેરકાયદેસર દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓઓ અમરેલી જિલ્લામાં દારૂનું ગેરકાયદેસર વેચાણ, હેર-ફેર, ઉત્પાદન અને સંગ્રહની ગેરકાયદે પ્રવૃતિ કરતાં પ્રોહીબીશન બુટલેગર ઇસમો તથા પ્રોહિબીશનના ગુન્હાઓ કરવાની ટેવ વાળા ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને, તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓએ અમરેલી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ કરતા ઇસમ જયસુખ ઉર્ફે હસુ ઉર્ફે અશ્વિન દેવજીભાઇ વાઘેલા, ઉ.વ.૪૧, રહે.જાંબુડી, તા.વિસાવદર, જિ.જુનાગઢ વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અમરેલીનાઓ તરફ મોકલી આપેલ.આવા દારૂના ધંધાર્થીની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ અંકુશ લાવવાનું જરૂરી જણાતા, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અજય દહિયા સાહેબનાઓએ ઉપરોકત ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યુ કરતાં, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા જયસુખ ઉર્ફે હસુ ઉર્ફે અશ્વિન દેવજીભાઈ વાઘેલાને પાસા વોરંટની બજવણી કરી, વડોદરા મધ્યસ્થ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.
પાસા અટકાયતી જયસુખ ઉર્ફે હસુ ઉર્ફે અશ્વિનનો ગુનાહિત ઇતિહાસઃ-
(૧) બગસરા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૩૦૦૧૭/૨૦૨૩, પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૬૮(૨) મુજબ,
(૨) વિસાવદર પો.સ્ટે. (જિ.જુનાગઢ) પ્રોહી. ગુ.ર.નં.૧૧૨૦૩૦૭૦૨૨૦૨૦૮/૨૦૨૨, પ્રોહી. કલમ
૬૫(એ)(એ) મુજબ.
(૩) વિસાવદર પો.સ્ટે. (જિ.જુનાગઢ) પ્રોહી. ગુ.ર.નં.૧૧૨૦૩૦૭૦૨૨૦૪૫૨/૨૦૨૨, પ્રોહી. કલમ), ૯૮(૨}, ૮૧ મુજબ,
(૪) ધારી પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૧૦૫૦૬/૨૦૨૧, પ્રોહી. કલમ ૬૬(૧)(બી) મુજબ.
(૫) વિસાવદર પો.સ્ટે. (જિ.જુનાગઢ) પ્રોહી. ગુ.ર.નં.૧૧૨૦૩૦૭૦૨૧૦૦૯૩/૨૦૨૧, પ્રોહી. કલમ જપ એ)(એ) મુજબ.
(૬) વિસાવદર પો.સ્ટે. (જિ.જુનાગઢ) પ્રોહી. ગુ.ર.નં.૧૧૨૦૩૦૭૦૨૦૦૪૮૫/૨૦૨૦, પ્રોહી. કલમ૬૫ એ)(એ) મુજબ.
આમ, પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, જેલ હવાલે કરી, પ્રોહીબીશનની અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.

