Gujarat

વિશ્વ હોકી ક્રમાંકમાં ભારતીય ટીમ ત્રીજા ક્રમે પહોંચી ગઈ

ભારતીય હોકી ટીમે તેની તાજેતરની સફળતાની મદદથી ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન (એફઆઈએચ)ના વિશ્વ હોકી ક્રમાંકમાં સોમવારે ફરી એક વાર ત્રીજાે ક્રમ હાંસલ કરી લીધો હતો. મે ૨૦૨૨ બાદ ભારત પહેલી વાર મોખરાના ત્રણ ક્રમમાં સ્થાન હાંસલ કરવામાં સફળ રહ્યું છે. ગયા મહિને ચેન્નાઈ ખાતે યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ૨૦૨૩માં ભારત અજેય રહ્યું હતું અને ચેમ્પિયન બન્યું હતું. આ પ્રદર્શનને કારણે ભારતે વિશ્વક્રમાંકમાં આગળ ધપવામાં સફળતા મળી છે. ભારત હાલમાં ૨૭૭૧ પોઇન્ટ ધરાવે છે.

એશિયન ચેમ્પિયન્સ હોકીમાં ભારતે છ મેચ જીતી હતી અને એક મેચ ડ્રો રહી હતી. નેધરલેન્ડ્‌સની ટીમ હાલમાં ૩૧૧૩ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે તો ૨૭૪૫ પોઇન્ટ સાથે ઇંગ્લેન્ડની ટીમ ચોથા ક્રમે છે. તાજેતરમાં જ નેધરલેન્ડ્‌સ સામેની ફાઇનલમાં ૧-૨ના અંતરથી પરાજય થવાને કારણે ઇંગ્લેન્ડની ટીમ યુરો હોકી ટાઇટલ જીતી શકી ન હતી. ટુર્નામેન્ટની ફાઇનલ સુધી પહોંચતા અગાઉ બેલ્જિયમ સામે ઇંગ્લેન્ડનો પરાજય થયો હતો તો એ જ ગાળામાં ભારતે બે મેચ જીતી હતી જેને કારણે ઇંગ્લેન્ડ ચોથા સ્થાને આવી ગયું હતું. આ તરફ નેધરલેન્ડ્‌સની ટીમ યુરો હોકીમાં પોતાનું ટાઇટલ જાળવી રાખવામાં સફળ રહી હતી જેને કારણે તે મોખરાના સ્થાને રહી શકી છે. તે બીજા ક્રમની બેલ્જિયમની ટીમ કરતાં આગળ છે. બેલ્જિયમ અત્યારે ૨૯૮૯ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે.

મોખરાના ક્રમની ટીમોમાં જર્મની (૨૬૮૯) અને ઓસ્ટ્રેલિયા (૨૫૪૪) અનુક્રમે પાંચમા અને છઠ્ઠા ક્રમે છે તો એક સ્થાનની પ્રગતિ કરીને આજેર્ન્ટિનાની ટીમ (૨૩૫૦) અત્યારે સ્પેન (૨૩૪૭) કરતાં આગળ નીકળી ગઈ છે. વિમેન્સ ક્રમાંકમાં પણ નેધરલેન્ડ્‌સ (૩૪૨૨) મોખરે છે. તાજેતરમાં જ ડચ મહિલા હોકી ટીમે યુરો હોકી ટાઇટલ જીત્યું હતું. વિમેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા (૨૮૧૮) અને આજેર્ન્ટિના (૨૭૬૭) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. યુરો વિમેન્સ હોકીમાં બેલ્જિયમે પણ શાનદાર દેખાવ કર્યો હતો અને રનર્સ અપ રહીને સિલ્વર મેડલ જીત્યો હતો પરંતુ ૨૬૦૯ પોઇન્ટ સાથે તે ચોથા ક્રમે છે તો ૨૫૭૪ પોઇન્ટ સાથે જર્મન ટીમ ત્યાર પછીના ક્રમે આવી ગઈ છે. ભારતીય મહિલા હોકી ટીમ હાલમાં ૨૩૨૫ પોઇન્ટ સાથે સાતમા ક્રમે છે જ્યારે સ્પેનિશ ટીમ ૨૧૭૩ પોઇન્ટ સાથે ભારત કરતા પાછળ રહી ગઈ છે.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *