Gujarat

સાંસદોના ફોટો સેશન દરમિયાન નરહરિ અમીન બેભાન થયા

ગૃહમંત્રી અમિત શાહે નરહરિ અમીનની સંભાળ લીધી

આજે ગણેશ ચતુર્થીના પાવન અવસર પર નવી સંસદના શ્રીગણેશ થઈ રહ્યાં છે. ત્યારે જુના સંસદ ભવનમાં સાંસદોનું ફોટોસેશન કરાયુ હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી સહિત તમામ સાંસદો હાજર હતા. ત્યારે ગુજરાતના ભાજપના સાંસદ નરહરિ અમીનની તબિયત લથડી હતી. તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. આજે મંગળવારથી સંસદ ભવન બદલાઈ રહ્યું છે. આજથી સાંસદો નવી સંસદમાં કામગીરી કરશે.

ત્યારે તમામ સાંસદો જૂના ભવનથી નવા ભવન તરફ જશે. આજથી નવી સંસદમાં કાર્યવાહી થશે. તેથી પીએમ મોદી, રાહુલ ગાંધી સહિત સત્તા અને વિપક્ષના તમામ સાંસદો જૂની સંસદમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે તમામ સાંસદોનું ખાસ ફોટો સેશન આયોજિત કરાયુ હતું. પહેલા રાજ્યસભા અને લોકસભાના સાંસદોએ ફોટો પડાવ્યા હતા. આ બાદ બંને સદનના સાંસદોનું ફોટોશૂટ થયુ હતુ. આ દરમિયાન ગુજરાતના બીજેપી સાંસદ નરહરિ અમીનની તબિયત લથડી હતી. જેથી ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક નરહરિ અમીનની સંભાળ લીધી. હાલ નરહરિ અમીનની તબીયત સારી છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *