Gujarat

“ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ”

“ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ”
ભારતના સુપુત્ર અનેગુજરતનું ગૌરવ એવા આપણા લોક લાડીલા પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીસાહેબ નાજન્મ દિવસ અને આપણા જાયન્ટશ વીક ની ઉજવણીની શરૂઆત જોરદાર ફ્રી ડેન્ટલ ચેક અપ થી કરવામાં આવિ હતી.
તારીખ :૧૭-૯-૨૦૨૩ રવિવારના દિવસે અંજારમાં આવેલમુસ્કાન ડેન્ટલ હોસ્પિટલ મા ફ્રી ડેન્ટલ ચેક અપ કેમ્પ રાખવામાં આવ્યો હતો
શરૂઆત સવારે ૯થી૧ ના સમય રાખ્યો હતો જેમાં કાર્ય ક્રમ ની શુભ શરૂઆત ડોક્ટર શ્રી ગીરીરાજસિંહ રાઠોડ, ગ્રુપના પ્રેસિડેન્ટ બંદુ રીટા સી, મંત્રી કામિનીબેન ધોળકિયા દ્વારા દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી . તે પછી ગ્રુપના યુ ડી શ્રી શોભનાબેન વ્યાસ પ્રેસિડેંટ બંદુ રીટા અને મંત્રી કામિનીબેન ધોળકિયા, ખજાનચી ચંદ્રકાંતભાઈ પંડ્યા દ્વારા ડોક્ટર ગીરીરાજભાઈ નું શોલ અને ફૂલ થી સન્માન કરવામાં આવ્યું. ડોક્ટર ગીરીરાજ સિંહ રાઠોડ એ ખુબ જ સરસ રીતે દર્દીઓને ચેક કરી તેમને આવશ્યક સૂચનાઓ આપી અને પોતાનું અમૂલ્ય સમય આપ્યો
આ કેમ્પમાં ૧૪૦થી ૧૫૦જેટલા દર્દીઓ એ લાભ લીધો
કેમ્પ નો સમગ્ર આયોજન અને દાતા ગ્રુપના સેક્રેટરી કામિનીબેન ધોળકિયા રહયા હતા .
છેલ્લે આભાર વિધિ થી કેમ્પ ને વિરામ આપ્યો.

IMG-20230920-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *