Gujarat

કેનેડામાં ભારતીયોની દિવાળી, ભારતની ભવ્ય સંસ્કૃતિની ઝલક જાેવા મળી

પાર્લામેન્ટ હિલ પર પવિત્ર પ્રતીક ‘ઓમ’ સાથે હિન્દુ ધ્વજ પણ ફરકાવાયો

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. કેનેડામાં દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિની ઝલક જાેવા મળી. કાર્યક્રમમાં ભગવા રંગના ધ્વજની સાથે ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હિંદુ ધર્મ કેનેડામાં ત્રીજાે સૌથી મોટો ધર્મ છે, જે દેશની કુલ વસ્તીના લગભગ ૨.૩ ટકા છે.. આ દિવાળી પાર્ટીનું આયોજન ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્રશેખર આર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. તે તેના હોસ્ટ હતા. આ કાર્યક્રમ કેનેડાની સંસદ પાર્લામેન્ટ હિલ ખાતે યોજાયો હતો. કેનેડામાં રહેતા ભારતીયોએ દિવાળી પાર્ટીમાં ભાગ લીધો હતો.

પાર્ટીમાં ઓટાવા, મોન્ટ્રીયલ અને ટોરોન્ટો સહિત ઘણા શહેરોમાંથી ભારતીય સમુદાયના લોકોએ હાજરી આપી હતી. આ દરમિયાન ભારતીય સંસ્કૃતિના પ્રતીક તરીકે ભગવો ધ્વજ પણ ફરકાવવામાં આવ્યો હતો, જેના પર ‘ઓમ’ લખેલું હતું.. આ પાર્ટીના આયોજનની તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતા સાંસદ ચંદ્રશેખરે કહ્યું, “હું આ દિવાળી પાર્ટીનું આયોજન કરીને ખુશ છું. આ દરમિયાન અમે ભગવો ધ્વજ પણ ફરકાવ્યો જેના પર ઓમ લખેલું હતું. સૌથી આનંદની વાત એ છે કે કેનેડામાં આ મહિનાને હિન્દુ હેરિટેજ મહિનો જાહેર કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ સ્વયંસેવકો અને કલાકારોનો દિલથી આભાર.” આ કાર્યક્રમમાં ૬૭ હિન્દુ અને ભારતીય કેનેડિયન નાગરિકોએ મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે સાંસદ ચંદ્રશેખરનો જન્મ ભારતમાં થયો હતો અને બાદમાં તેઓ કેનેડા શિફ્ટ થયા હતા.. આ વર્ષે જૂનમાં કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોએ ભારતની ગુપ્તચર એજન્સી રોનો સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી ભારત અને કેનેડા સરકાર વચ્ચે વિવાદ થયો. આ મામલો વધી ગયા બાદ ભારત સરકારે તાજેતરમાં કેનેડાના ૪૦ રાજદ્વારીઓને બહાર કાઢ્યા હતા. આવી પરિસ્થિતિમાં આવા સમાચાર સુખદ છે.

File-01-Page-14-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *