પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મોઈન ખાને પોતાના દેશના ક્રિકેટ બોર્ડ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે બોર્ડની બેદરકારીનો પર્દાફાશ કર્યો છે જેના કારણે તેના પુત્ર આઝમ ખાનનું વર્લ્ડ કપ રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. મોઈને પૂર્વ પસંદગીકારો વિશે પણ મોટી વાત કહી છે. આઝમ ખાન તેના પિતાની જેમ વિકેટકીપર-બેટ્સમેન છે. તે પાકિસ્તાન તરફથી રમ્યો છે પરંતુ ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શક્યો નથી. હવે તેના પિતાએ કહ્યું છે કે આઝમને એકવાર અંડર-૧૯ વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ તે રમી શક્યો ન હતો કારણ કે બોર્ડ પર બેઠેલા લોકોએ ભૂલ કરી હતી.. આઝમે પાકિસ્તાન માટે અત્યાર સુધી પાંચ ટી૨૦ મેચ રમી છે જેમાં તેણે ચાર ઇનિંગ્સમાં માત્ર સાત રન જ બનાવ્યા છે. તેણે પાકિસ્તાન માટે ૧૬ જુલાઈ ૨૦૨૧ના રોજ નોટિંગહામમાં ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ મેચ રમી હતી. છેલ્લી મેચ ૨૬ માર્ચ ૨૦૨૩ના રોજ અફઘાનિસ્તાન સામે રમાઈ હતી.
પાકિસ્તાનની યુટ્યુબ ચેનલ એ સ્પોર્ટ્સ પર વાત કરતા મોઈને કહ્યું કે આઝમનું નામ અંડર ૧૯ વર્લ્ડ કપમાં સામે આવ્યું હતું પરંતુ બોર્ડમાં બેઠેલા લોકોએ ભૂલ કરી અને પછી તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો. મોઈને કહ્યું કે આઝમની જન્મતારીખ ૧૦-૮-૧૯૯૮ છે પરંતુ બોર્ડ પર બેઠેલા લોકોએ પાસપોર્ટ પર તેને ૮-૧૦-૧૯૯૮ સમજીને તેનું નામ ટીમમાંથી કાઢી નાખ્યું.. બે મહિનાના તફાવત સાથે તેને ન્યૂઝીલેન્ડ જવાના બે દિવસ પહેલા ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. મોઈને કહ્યું કે આ પછી આઝમ ખૂબ જ ખરાબ રીતે રડી રહ્યો હતો અને પછી તેણે આઝમને સમજાવ્યું કે આ તેની ભૂલ નથી તેથી તેણે રડવું જાેઈએ નહીં. મોઈને બે વર્ષ પહેલાની બીજી ઘટના જણાવી, જ્યારે બોર્ડે તેને કોઈ કારણ આપ્યા વગર વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કરી દીધો હતો. મોઈને કહ્યું કે તેનું નામ બે વર્ષ પહેલા વર્લ્ડ કપમાં આવ્યું હતું.
પછી રમીઝ રાજા બોર્ડમાં આવ્યા હતા. તે સમયે પસંદગીકાર મોહમ્મદ વસીમ હતો. પરંતુ કોઈ કારણ આપ્યા વગર આઝમને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જાે કોઈ ભૂલ થઈ હોય તો તેને સુધારવી જરૂરી છે. આ રીતે ખેલાડી દુખી થઈ જાય છે.

