Gujarat

ઓરેવા કંપનીનાં સંચાલક અને ઝુલતા પુલ કેસનાં આરોપી જયસુખ પટેલની દિવાળી જેલમાં થશે

કોર્ટે કહ્યું, જામીન અરજી અને નિયમિત જામીન અરજીની સુનાવણી દિવાળી પછી

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીનાં સંચાલક અને કેસમાં આરોપી જયસુખ પટેલને મોટો ઝટકો મળ્યો છે. એટલે કે આરોપી જયસુખ પટેલની દિવાળી બગડી છે. જયસુખ પટેલે નિયમિત જામીન ન મળે ત્યાં સુધી હંગામી જામીન પર છોડવા માંગણી કરી હતી. જાેકે કોર્ટે જયસુખ પટેલની હંગામી જામીન અરજી અને નિયમિત જામીન અરજીની સુનાવણી દિવાળી વેકેશન બાદ કરવાનો ર્નિણય કર્યો છે. આ સાથે જ ઓરેવા કંપનીનાં સંચાલક અને કેસમાં આરોપી જયસુખ પટેલ દિવાળી જેલમાં જશે. મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં જીૈં્‌એ તૈયાર કરેલો ૫ હજાર પાનાનો તપાસ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો.

આ ગોઝારી દુર્ઘટના માટે ઓરેવા કંપનીનો જયસુખ પટેલ જ જવાબદાર હોવાનો જીૈં્‌ના તપાસ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો. આ હોનારત માટે ઓરેવા કંપની સંપૂર્ણ જવાબદાર હોવાનું અને આ અકસ્માત નહીં ૧૩૫ લોકોનુ મર્ડર છે તેવો ખુલાસો કરાયો હતો. સાથે જ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો કે, આરોપી સામે ૩૦૨ની કલમ લાગવી જાેઈએ. મોરબીમાં થોડા સમય પહેલાં ઝુલતા પુલ દુર્ઘટના બની હતી જેમાં ૧૩૫ નિર્દોષ લોકોના મોત થયા હતા. તે બનાવને લઈને હાલમાં હાઇકોર્ટમાં સમગ્ર મામલો ચાલી રહ્યો છે. દરમિયાનમાં ઘટનાની તપાસ મામલે સીટની રચના થઈ હતી તે સીટની ટીમ દ્વારા પોતાનો ફાઇનલ રિપોર્ટ કોર્ટમાં સબમીટ કરવામાં આવ્યો છે અને તેમાં ઉપરોક્ત ઘટના બાબતે ઓરેવા કંપનીને જવાબદાર ઠેરવવામાં આવી છે અને કંપનીના એમડી જયસુખભાઈ પટેલ, મેનેજર દિનેશભાઈ દવે અને દીપકભાઈ પારેખ સહિતનાઓ આ ઘટના માટે સીધા જવાબદાર છે તેમ રિપોર્ટમાં જણાવાયું છે. ત્યારે દોષિતોને આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી માંગ પિડિત પરિવાર દ્વારા માંગ કરાઇ છે.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *