CM સાથેની બેઠકમાં મહત્વનો ર્નિણય લેવાયો
ગાંધીનગર ્ઇમ્ જવાન મુદ્દે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. જાેકે આ બેઠક પૂર્ણ થતાં TRB જવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હાલમાં ્ઇમ્ જવાનોને ફરજ પરથી મોકૂફ કરવાનો ર્નિણય મુલતવી રખાયો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તથા કે કૈલાશનાથન પણ આ બેઠકમાં હજાર રહયા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વર્ચ્યુઅલી આ બેઠકમાં જાેડાયા હતા. જેમાં એચએએલ પૂરતો આ અંગે ર્નિણય મોકૂફ રખાયો છે. મહત્વનુ છે કે વર્ષોથી TRB તરી ફરજ બજાવતા જવાનોને ફરજ મોકૂફ કરવાની વાત સામે આવતા છેલ્લા ૩ દિવસ થી ઠેર ઠેર આંદોલન થઈ રહા છે.
તમામ જીલ્લોના ્ઇમ્ જવાનો આ આંદોલનમાં જાેડાઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે મળેલી બેઠકમાં આ અંગે મહત્વનો ર્નિણય કરાયો છે. જેમાં હાલ TRB જવાનોને ફરજમાંથી મોકૂફ કરવાનો ર્નિણય મોકૂફ રખાયો છે. સાથે જ TRB જવાનોમાં જેની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી હશે તથા ભ્રષ્ટાચારની ફરિયાદ હશે એમને પણ ફરજમાં પાછા ન લેવા વિચારણા કરવામાં આવી રહી છે. આ સમગ્ર બાબતે સાંજ સુધીમાં જાહેરાત પણ થઇ શકે છે.

