ઉનાના સીમાસી ગામની સીમ વાડી વિસ્તારમાં ખેડૂતના ઢોરવાડીયામાં માલિકીના બે પશુ ઉપર દીપડાએ હુમલો કરી વાડીમાંજ ઉભા પાકમાં લઈ જઈ મારણની મજિબાની માણી હતી. પશુઓ પર દીપડાના હુમલાની ઘટનાને લઈ ખેડૂતોમાં ભય જોવા મળી રહ્યો છે.
સીમાસી ગામની સીમ વાડી વિસ્તારમાં દીપડાએ દહેશત મચાવી દીધી હોય તેમ સીમાસી નજીક વાડીમાં રહેતા ખેડુત મુસ્લીમ અગ્રણી રખાભાઈ ઉમરભાઈ જેઠવાના ખેતરમાં દીપડો મોડી રાત્રિનાં સમયે આવી ચડ્યો હતો. અને ખેડૂતની માલિકીની બે વાછરડી ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી ફાડી ખાધી હતી. જેથી આ વિસ્તારના લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. આ ખુંખાર દિપડાને પાંજરે પુરવા ખેડૂતોની માંગ ઉઠવા પામેલ છે.
આ અંગેની જાણ ખેડૂતને તથા પંચાયત સદસ્ય યુનુસભાઈ જેઠવાને કરવામાં આવી હતી. જેથી ઘટના સ્થળે પહોંચી વન વિભાગના અધિકારીઓને બોલાવી જાણ કરાઇ હતી વન વિભાગ ઘટના સ્થળે પહોંચી પાંજરા ગોઠવવામાં ની કવાયત હાથ ધરી હતી તેમજ આ ઘટનામે લઈ સીમાસી ગામ માં ફફડાટ ફેલાયો હતો

