Gujarat

ઊનાના વાવરડા ગામે કુવામાંથી સબમર્શીબલ પાણીની મોટર ચોરી કરનાર બે શખ્સોને ગણતરીના દિવસોમાં પોલીસે ઝડપી લીધા

ઊનાના વાવરડા ગામે કુવામાંથી પાણી કાઢવાની સબમર્શીબલ મોટર ચોરી અગાઉ થઇ હતી. આ મોટર ચોરી કરનાર શખ્સોને ઝડપી પાડવા પોલીસ ચક્રગતિમાન કરેલ અને પોલીસને મળેલી બાતમી આધારે ઉના માંથી બે શખ્સોને સબમર્શીબલ મોટરો સાથે મુદામાલ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.
ઉના પી.આઈ..એન.કે.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ઉના પો.સ્ટેમા ચોરીના ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના હેઠળ સર્વેલન્સ સ્કોર્ડની ટીમ બનાવી ચોરી કરનારા શખ્સોને ઝડપી પાડવા જરૂરી સુચના માર્ગદર્શન આપી હતી. અને સર્વલન્સ સ્કોડના પીએસઆઇ સી.બી.જાડેજા, એ.એસ.આઇ ધમેન્દ્રસિંહ માનસિંહ પરમાર, પ્રદિપસિંહ હરિસિંહ રાયજાદા, ભાવેશભાઇ કરશનભાઇ ખસીયા, રાહુલભાઈ નારણભાઈ છેલાણા, નલીનભાઈ બાલાભાઈ સોલંકી, વિજયભાઇ હાજાભાઇ રામ, તેમજ કનુભાઈ નાજાભાઇ વાઢેર ઉના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સંયુક્ત બાતમી આધારે બે કોથળામાં વાવરડા ગામે કુવામાથી ચોરી થયેલ પાણી કાઢવાની સબમર્શીબલ મોટરો લઇ ઉના શહેરમાં રોકડીયા હનુમાન ચોકડી પાસે ઉભેલા હતા. અને આ બે શખ્સોની પુછપરછ કરતા તેની પાસે રહેલા કોથળાઓમા તપાસ કરતા કુવામાથી પાણી કાઢવાની મોટરો જોવા મળી હતી. આ મોટરની ચોરી કરનાર ભીમા કાળુ બારૈયા તેમજ ધરમ ગદુ ગોહીલ રહે. વાવરડા આ બન્ને શખ્સોએ કુવા માંથી મોટર ચોરી કરી હોવાની કબુલાત કરતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ મોટર ચોરી કરનાર શખ્સોની પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા હતા.

IMG-20231219-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *