મોઠા-રામેશ્વર હાઇવે પર જવા ૨ કિ.મી. થાઇ છે નદીમાં પાણી હોય તો ૧૦ કિ.મિ.ફરીને જવુ પડે છે.
ઊનાના મોઠા થી રામેશ્વર ગામને જોડતો રોડ આવેલો છે આ રોડ પર રાવલ નદી પર પુલ ન હોવાથી મોઠા સહીતના આજુબાજુના ગામના લોકોને રામેશ્વર ગામે હાઇવે પર જવા માટે ૧૦ કિ.મી.દૂર ફરીને જવુ પડે છે. નદી ઉપર કોઝવે પુલ ચેકડેમ બનાવવામાં આવેતો રામેશ્વર દોઢ થી ૨ કિ.મી. નજીક થાય તેમ હોય આથી લોકોની હાલાકીને ધ્યાને રાખી તંત્ર તાત્કાલીક નદી ઉપર કોઝવે પુલ તથા ચેકડેમ બનાવામાં આવે તેવી આ વિસ્તારના ખેડૂતો તેમજ ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે.
મોઠા ગામથી રામેશ્વર ગામને જોડતો સીસી રોડ તૈયાર થઈ ચૂક્યો છે. પરંતુ વચ્ચે આવેલી રાવલ નદીમાં પુલ ના હોવાના કારણે લોકોને આઠ કિલો મીટર ફરીને જવું પડે છે. જો આ નદી ઉપર પુલ અથવા તો ચેકડેમ બનાવવામાં આવે તો આજુબાજુના આઠ થી દસ ગામના લોકોને આનો લાભ મળી શકે છે. જેમાં ગરાળ, મોઠા, સીમર, સંજવાપુર, દુધાળા, માણેકપુર, રાજપરા, સહીત ગામોને વાયા રામેશ્વર થી સિધા નેશનલ હાઈવે સુધી પહોંચી શકાય છે. જ્યારે સામે તરફથી પસવાડા, ગાંગડા, નાંદરખ, નેસડા, પાણખાણ, સમઢીયાળા સહીતના ગામોમાં જવા માટે સાત આઠ કિલોમીટર જેવું અંતર ઘટી શકે છે. આજુબાજુના તમામ ગામોની લાગણી અને માગણી છેકે સરકાર આ બાબતે વહેલી તકે ચેકડેમનું નિર્માણ કરવામાં આવે તો આજુબાજુના ગામોને ક્ષાર યુક્ત પાણી માંથી પણ મુક્તિ મળી શકે છે તેવી આ વિસ્તારના ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે.

