પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં ઘટાડો ટોચ પર જતો જાેવા મળી રહ્યો છે. મંગળવારે સ્ટોક એક્સચેન્જમાં તેના ૩૨ વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ ઘટાડો જાેવા મળ્યો હતો. મંગળવારે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં ૨૩૦૦ પોઈન્ટનો જંગી ઘટાડો નોંધાયો હતો. ભારતીય શેરબજાર દરરોજ ઊંચા ઉછાળાના નવા રેકોર્ડ બનાવી રહ્યું છે ત્યારે પાડોશી દેશ પાકિસ્તાનના શેરબજારમાં ઘટાડાનો નવા રેકોર્ડ જાેવા મળી રહ્યો છે. પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ માટે આ ઘટાડાનું કારણ ચૂંટણી અને આર્થિક મોરચે અસ્થિરતા છે. ચૂંટણી પહેલાના ડર અથવા અસ્થિરતાના ડરને કારણે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જના શેરમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. આ સિવાય આ દેશની સ્થિતિ પણ ઘણા સમયથી ખરાબ છે.
આ અસરોને કારણે માર્કેટમાં વિદેશી રોકાણકારોનો રસ ઘટી રહ્યો છે અને હ્લૈંૈં લોનના એફ્લોમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો જાેવા મળ્યો છે.. પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જનો કરાચી ૧૦૦ ઇન્ડેક્સ ૧૯ ડિસેમ્બરે સાડા ત્રણ ટકાથી વધુ ઘટ્યો હતો. ૧૯ ડિસેમ્બરે કરાચી ૧૦૦ ઇન્ડેક્સમાં ૨,૩૭૧.૬૪ પોઇન્ટના ભારે ઘટાડા પછી, કરાચી ૧૦૦ ઇન્ડેક્સ ૬૨,૮૩૩ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સ્તર પાછલા ટ્રેડિંગ સેશન કરતાં ૩.૬ ટકા નીચું રહ્યું હતું. કરાચી ૧૦૦ ઇન્ડેક્સમાં ૨૦ ડિસેમ્બરે પણ જાેરદાર ઘટાડો જાેવા મળ્યો હતો. પાકિસ્તાનના સ્થાનિક સમય અનુસાર બપોરે ૩ઃ૧૭ વાગ્યે કરાચી ૧૦૦ ઈન્ડેક્સનો શેર ૬૫૬.૫૬ પોઈન્ટ અથવા ૧.૦૪ ટકા ઘટીને ૬૨,૧૭૬.૪૭ના સ્તર પર ટ્રેડ થયો હતો. ૨૦ ડિસેમ્બરે ભારતીય સ્થાનિક શેરબજારમાં મોટો ઘટાડો જાેવા મળ્યો છે કારણ કે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ભારે વેચવાલી જાેવા મળી રહી છે. તેના કારણે બજાર નીચે ગયું છે. નિફ્ટીના મિડ કેપ ઈન્ડેક્સમાં ૧૩૦૦ પોઈન્ટ્સ અને સ્મોલ કેપ ઈન્ડેક્સમાં લગભગ ૫૦૦ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે.

