Gujarat

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.557 અને ચાંદીમાં રૂ.398નો ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.78ની વૃદ્ધિ

કોટન-ખાંડી વાયદામાં રૂ.480ની તેજીઃ મેન્થા તેલમાં સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.7,471 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.16,613 કરોડનું ટર્નઓવર

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.24,110.57 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,471.85 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.16,613.11 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,784ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,071 અને નીચામાં રૂ.62,687ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.557ના ઉછાળા સાથે રૂ.63,060ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે સોનાનો એપ્રિલ વાયદો રૂ.63,090 ખૂલી, ઉપરમાં રૂ.63,441 અને નીચામાં રૂ.63,046 બોલાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.524 ઊછળી રૂ.63,395ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.225ની વૃદ્ધિ સાથે રૂ.50,440 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.18 વધી રૂ.6,131ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.468ના ઉછાળા સાથે રૂ.62,725ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.75,763ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.75,960 અને નીચામાં રૂ.75,513ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.398ના ઉછાળા સાથે રૂ.75,824ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ચાંદીનો મે વાયદો રૂ.314 સુધરી રૂ.76,850 બોલાઈ રહ્યો  હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.370 ઊછળી રૂ.75,755 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.356 ઊછળી રૂ.75,745 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.727.40ના ભાવે ખૂલી, રૂ.0.50 ઘટી રૂ.725.50, જ્યારે એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.15 વધી રૂ.202.10 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.90 વધી રૂ.180.30ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.25 વધી રૂ.225.80ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.2.15 વધી રૂ.203, સીસુ-મિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.60 વધી રૂ.180.40, જસત-મિની ડિસેમ્બર વાયદો રૂ.2 વધી રૂ.225.50 થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,156ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,242 અને નીચામાં રૂ.6,156ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.78 વધી રૂ.6,212 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.81 વધી રૂ.6,222 થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.207.70ના ભાવે ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.0.40 વધી રૂ.215.70 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.0.60 વધી 215.50 થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.55,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,240 અને નીચામાં રૂ.55,900ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.480ની તેજી સાથે રૂ.56,180ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.916ના ભાવે ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.0.80 વધી રૂ.920 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં રૂ.2,191.26 કરોડનાં 3,485 લોટ્સ, ગોલ્ડ-ગિનીમાં રૂ.5.71 કરોડનાં 1,129 લોટ્સ, ગોલ્ડ-પેટલમાં રૂ.8.57 કરોડનાં 13,870 લોટ્સ, સોનું-મિનીમાં રૂ.549 કરોડનાં 8,759 લોટ્સ અને ચાદીના વાયદાઓમાં રૂ.1,331.61 કરોડનાં 5,856 લોટ્સ, ચાંદી-મિનીમાં રૂ.585.39 કરોડનાં 15,440 લોટ્સ અને ચાંદી-માઈક્રોમાં રૂ.411.39 કરોડનાં 54,285 લોટ્સના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.379.03 કરોડનાં 6,091 લોટ્સ અને ક્રૂડ તેલ-મિનીમાં રૂ.58.33 કરોડનાં 9,362 લોટ્સ તથા નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.793.27 કરોડનાં 30,347 લોટ્સ અને નેચરલ ગેસ-મિનીમાં રૂ.89.46 કરોડનાં 17,163 લોટ્સનાં કામ થયાં હતાં. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.5.13 કરોડનાં 19 લોટ્સ અને મેન્થા તેલના વાયદાઓમાં રૂ.20.65 કરોડનાં 620 લોટ્સનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વાયદાઓમાં 18,049 લોટ્સ, ગોલ્ડ-ગિનીમાં 2,942 લોટ્સ, ગોલ્ડ-પેટલમાં 47,894 લોટ્સ, સોનું-મિનીમાં 20,641 લોટ્સ અને ચાંદીના વાયદાઓમાં 17,297 લોટ્સ, ચાંદી-મિનીમાં 39,537 લોટ્સ, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 12,286 લોટ્સ, ક્રૂડ તેલ-મિનીમાં 15,933 લોટ્સ તથા નેચરલ ગેસના વાયદાઓમાં 50,896 લોટ્સ, નેચરલ ગેસ-મિનીમાં 34,039 લોટ્સ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 211 લોટ્સ અને મેન્થા તેલના વાયદાઓમાં 1,348 લોટ્સના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.26 કરોડનાં 317 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 189 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 16,370 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,435 અને નીચામાં 16,435 બોલાઈ, 117 પોઈન્ટ વધી 16,435 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જાન્યુઆરી રૂ.63,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.725ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.940 અને નીચામાં રૂ.711ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.290.50 વધી રૂ.924.50 બોલાઈ રહ્યો હતો, આ કોન્ટ્રેક્ટમાં રૂ.292.92 કરોડનાં 459 લોટ્સનાં કામકાજ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 416 લોટ્સના સ્તરે રહ્યો હતો. આ સામે સોનું જાન્યુઆરી રૂ.62,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.515ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.550 અને નીચામાં રૂ.454ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.136.50 ઘટી રૂ.462 બોલાઈ રહ્યો હતો, આ કોન્ટ્રેક્ટમાં રૂ.402.46 કરોડનાં 644 લોટ્સનાં કામકાજ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 782 લોટ્સના સ્તરે રહ્યો હતો.

ચાંદી ફેબ્રુઆરી રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,713ના ભાવે ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.250.50 વધી રૂ.2,810 થયો હતો. આ કોન્ટ્રેક્ટમાં રૂ.47.82 કરોડનાં 205 લોટ્સનાં કામકાજ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 713 લોટ્સના સ્તરે હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,150ના ભાવે ખૂલી, રૂ.128 ઘટી રૂ.2,040 થયો હતો. આ કોન્ટ્રેક્ટમાં રૂ.75.58 કરોડનાં 327 લોટ્સનાં કામકાજ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 469 લોટ્સના સ્તરે હતો.

ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,300 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.165ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.196.20 અને નીચામાં રૂ.165ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.20.50 વધી રૂ.170.60 થયો હતો, જ્યારે ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,200 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.215.90ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.230.30 અને નીચામાં રૂ.205ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.27.20 ઘટી રૂ.230.30 થયો હતો.

invest-5-1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *