રોડ વાવડી ગામે પાંચ લાખ રૂપિયા ના બ્લોક રોડ ખુલ્લો મુકવામાં આવ્યો
વડિયા કુંકાવાવ તાલુકામાં ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ લોક કાર્ય ની કામગીરી ની હારમાળા જોવા મળી રહી છે છેલ્લા કેટલાક વર્ષોથી જે કામો નહોતા થયા તેવા કામો હાલમાં શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે આજે વડિયા તાલુકાના રોડ વાવડી ગામે પાંચ લાખ રૂપિયા ના ખર્ચે ગામમાં નવો બ્લોક રોડ બનાવી કૌશિક વેકરીયા ના હસ્તે લોકો માટે લોકાર્પણ કરવામાં આવ્યો હતો જેમાં વડિયા કુંકાવાવ તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુંમર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તુષારભાઈ ગણાત્રા અમરેલી જિલ્લા યુવા મોરચાના તુષારભાઈ વેગડ સરપંચ તલાટી કમ મંત્રી સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

